Page Views: 21081

ચાઇનાના 13 વર્ષના ટાબરિયાએ વોટસએપ, ફેસબુક અને ઇન્સ્ટાનું ડોમિન આઇ ડી હેક કર્યુ

છ કલાકમાં માર્ક ઝુકરબર્ગની કંપનીને 52 હજાર 100 કરોડનો ચૂનો લાગ્યો

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

સોમવારે રાત્રે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ 6 કલાક માટે ઠપ થઇ ગઇ હતી. સોશિયલ મિડીયાની આ ત્રણેય સેવાઓ ખોરવી નાંખનાર ચાઇનાનો માત્ર 13 વર્ષનો કિશોર હોવાની વાત વહેતી થઇ છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે અને ટુંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે કે સમગ્ર વિશ્વમાં આ ત્રણેય સોશિયલ મિડીયાની સાઇટ કઇ રીતે ક્રિક કરવામાં આવી હતી. ફેસબુક, વોટસએપ અને ઇન્સ્ટ્ગ્રામની સેવા ખોરવાતાં દુનિયાભરમાં હોબાળો મચી ગયો હતો.તેના કારણે ફેસબુકના શેરમાં પણ 5 ટકાનો કડાકો જોવા મળ્યો અને કંપનીને 7 અબજ ડોલર (52,100 કરોડ રૂપિયા)નો મોટો ફટકો પડ્યો છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે યુઝર્સને પહોંચેલી પરેશાની માટે માફી માંગી છે.ફેસબુક એક નિવેદન જારી કરી રહ્યું છે કે તે દુનિયાભરના લોકો અને વ્યવસાયીને થયેલી મુશ્કેલી માટે ખેદ વ્યક્ત કરે છે.કંપની તમામ એપ્સ અને સેવાઓને પુનસ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહી છે.જોકે, ફેસબુકે જણાવ્યું નથી કે આ ટેક્નિકલ ખામીનું કારણ શું છે.યુઝર્સનું કહેવું છે કે સોમવારે રાત્રે ફેસબુક,વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામની વેબસાઇટ કે એપ ખોલવા પર સર્વર એરરનો મેસેજ આવી રહ્યો હતો. સમાચાર અજેન્સીના જણાવ્યા મુજબ વહાર્ટસપ અને ફેસબુક ડાઉન થવા પાછળ 13 વર્ષિય ચાઈનીઝ હેકર સન જિ શુનો હાથ હતો જેને ઝુકરબેર્ગના વહાર્ટસપ અને ફેસબુકના તમામ સર્વર શટ ડાઉન કરી દીધા હતા.આ હેકરના પગલે દુનિયાભરમાં ઇન્સ્ટાગ્રામ,એફબી અને વહાર્ટસપ સતત છ કલાક સુધી બંધ રહ્યું હતું.અને ફેસબુકના ખંધા હૅકર્સ અને ટીમ આ સર્વરને અપ કરવામાં તનતોડ મેહનત કરી હતી.