Page Views: 3247

ચેમ્બરની લેડીઝ વીંગ અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નો પ્રારંભ

મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા બનાવાયેલી વિવિધ ચીજવસ્તુનું વેંચાણ શરૂ કરવામાં આવ્યુ

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે ગત વર્ષે સરકારના આ પ્રયાસમાં જોડાઇને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા મહિલાઓ પગભર બની શકે તે હેતુથી આત્મનિર્ભર મહિલા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ચેમ્બર દ્વારા હાથ ધરાયેલી પ્રણાલીને આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ ચેમ્બરની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્‌ઘાટન બપોરે ૧રઃ૦૦ કલાકે કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે. એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે. ત્રણેય તબકકામાં જુદી–જુદી મહિલાઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવશે અને ત્યાંથી જુદી–જુદી પ્રોડકટનું વેચાણ કરવામાં આવશે. એકઝીબીશન માટે મહિલા ઉદ્યોગ સાહસિકોનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડયો છે અને એક જ દિવસમાં બધા સ્ટોલ બુક થઇ ગયા છે. આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.