Page Views: 3439

આજે પાલિકાની સામાન્ય સભા- શહેરના તુટેલા રસ્તાઓના મામલે વિપક્ષનું પાણી મપાઇ જશે

જુગાર રમતા ઝડપાયેલા શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ભીકડીયાને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

આજે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળવાની છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી પડી રહેલા વરસાદને કારણે તુટેલા રસ્તાઓને મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા હોબાળો મચાવવામાં આવશે. ખાસ કરીને શહેરના એક પણ રસ્તાઓ હાલમાં વાહન ચાલકો માટે દુરસ્ત છે એમ કહી શકાય એમ નથી ત્યારે હવે આજે જોવાનું એ રહે છે કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પાલિકાના ભાજપ શાસકોનો કેવો અને કેટલો વિરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત સૌથી મોટો મુદો તાજેતરમાં જ શિક્ષણ સમિતિના ભાજપના સભ્ય રાકેશ ભીકડીયા જુગાર રમતા ઝડ઼પાયા હતા. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ભાજપ માટેની આ શરમજનક ઘટના કહી શકાય એમ છે. આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા શહેરની સ્વચ્છતા, તુટેલા રોડ રસ્તા, સહિત શિક્ષણ સમિતિના સભ્યનો જુરાર આ તમામ મામલે ભાજપને જવાબ આપવાનું ભારે પડી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે, આમ આદમી પાર્ટીના નગર સેવકો કેટલો વિરોધ કરે છે.