Page Views: 6035

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓ દ્વારા વિક્રમજનક મતદાન

દીપક રાજ્યગુરૂનો વિજય નિશ્ચિત હોવાનું જણાવતા નિષ્ણાંતો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ખંડ – 8 ની સામાન્ય ચૂંટણી આજે શહેરના નાનપુરા ટી એન્ડ ટીવી હાઇસ્કૂલ ખાતે યોજાઇ હતી. આ ચૂંટણીમાં સુરતના શિક્ષણવિદ એવા ડો.દીપક રાજ્યગુરૂએ પણ ઉમેદવારી નોંધાવી હતી અને સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત ખાતે થયેલા મતદાન માં શાળા સંચાલકોના પ્રતિનિધિઓ એ 85% જેટલું વિક્રમજનક મતદાન કરી ઉત્સાહ દર્શાવ્યો હતો..Divyaang પદ્મશ્રી કનુભાઈ ટેલરે જીવનમાં પ્રથમ વખત મતદાન કર્યું હતું..પદ્મશ્રી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયા, માજી મેયર શ્રી ફકીરભાઈ ચૌહાણ સહિત 400 જેટલા સંચાલકોએ પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો.સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળના પ્રદેશ પ્રવક્તા ડો.દીપક રાજ્યગુરુ એ આ ચૂંટણીના ઉમેદવારી કરી હરીફ ઉમેદવારોને જોરદાર રીતે પરાસ્ત કરશે એવુ શિક્ષણ જગતમાં ચર્ચાઇ રહ્યુ છે.