Page Views: 5790

ઉકાઇ ડેમમાંથી 72 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત

ડેમની સપાટી 342.75 ફુટ પર પહોંચતા સપાટી મેઇન્ટેન કરવા તંત્રના પ્રયાસ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સવારથી હથનુર ડેમમાંથી 72 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે અને ઉકાઇ ડેમની સપાટી આજે સવારે 342,75 ફુટ ઉપર પહોંચતા ડેમની સપાટી મેઇન્ટેન કરવા માટે હાલમાં ઉપરવાસમાંથી ડેમમાં જે પાણીની આવક થઇ રહી છે એટલુ જ પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક 72 હજાર ક્યુસક છે અને એટલી જ માત્રામાં એટલે કે 72 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ હોવાથી સુરત શહેરમાં તાપી નદી બે કિનારે વહેતી જોવા મળી રહી છે. કોઝવે ઓવર ફ્લો થયો છે અને તેને પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.