Page Views: 10962

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના હોસ્ટેલ પ્રોજેક્ટના ઉદઘાટન સમારોહ પહેલા આગોતરૂ આયોજન કરવા આજે ખાસ મિટીંગ

દાતાઓ દ્વારા આપવામાં આવેલી દાનની વિગતો જાણો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વાલક ચાર રસ્તા સરથાણા ખાતે રૂ.200 કરોડના ખર્ચે શ્રીમતી જમનાબેન છગનભાઇ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને શ્રીમતી રાધાબેન હરજીભાઇ ઘેલાણી અતિથી ભવન સહિત ભવ્ય પ્રોજેક્ટ બનવાનો છે. આ પ્રોજેક્ટનું આગામી 7મી ઓક્ટોબર દશેરાના દિવસે ખાત મુહૂર્ત થશે તે અગાઉ ઉગઘાટન સમારોહ પહેલા સંસ્થાઓ સાથે મળીને આગોતરૂ આયોજન કરવા માટે આજ રોજ તા.23-9-2021 ગુરૂવારના રોજ રાત્રે 8.30 કલાકે વરાછા રોડ મીની હીરા બજાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના જે ડી ગાબાણી હોલ ખાતે ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા સહિતના અગ્રણીઓ માર્ગદર્શન આપશે.

સમાજને મળી રહેલી દાતાઓ તરફથી સહાય અંગે આભાર માનતા કાનજીભાઇ ભાલાળા 

 સમાજના અગ્રણી અને એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેનશ્રી માવજીભાઈ પી. સવાણી* હોસ્ટેલ પ્રોજેક્ટમાં *રૂ.૨૧ લાખ સાથે દાતા ટ્રસ્ટી બને છે.* શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરતના આ શિક્ષણના કાર્ય માં શ્રેષ્ઠી મહાનુભાવોનો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રસ્ટીશ્રી મનહરભાઈ સાસપરાના સંકલન અને વિનંતીથી શ્રી માવજીભાઈ પી. સવાણી સંસ્થા સાથે ટ્રસ્ટી તરીકે જોડાયા છે. તેમને સહ્રદયથી આવકારી અભિનંદન પાઠવીએ છીએ.

હીરા ઉદ્યોગની અગ્રણી કંપની જે.વી. ડાયમંડના શ્રી વિઠ્ઠલભાઈ કરશનભાઈ વડસક (ભુતિયા) તથા શ્રી વાઘજીભાઈ અને શ્રી અરવિંદભાઈ પરિવાર તરફથી* શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના હોસ્ટેલ પ્રોજેક્ટ માટે *રૂ.૨૧ લાખનું દાન* જાહેર કરેલ છે. વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય સહયોગ રહ્યો હોય તેવા આ વડસક પરિવાર સમાજના શિક્ષણ સુવિધા માટે પણ અગ્રેસર રહ્યો છે. યુવા ઉદ્યોગ સાહસિક શ્રી જયસુખભાઈ વી.વડસક ની ઇચ્છાને માન આપી પરિવારે આર્થિક સહયોગ કરેલ છે. શ્રી જે.કે.પટેલ તથા શ્રી નરેશભાઈ ત્રાગડીયા (ઘૂઘરાળા) ની વિનંતી ને માન આપી તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. *શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને વ્યક્તિગત રીતે પણ વડસક પરિવાર ને સહ્રદયથી આભાર અને અભિનંદન પાઠવું છું.

અમદાવાદમાં સ્પર્શ રીઆલીટી બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા *શ્રી ઘનશ્યામભાઈ ભાલાળા (પાંચ ટોબરા) તથા શ્રી ભૂપતભાઈ ભાલાળા પરિવાર તરફથી* સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટ માટે *રૂ. ૨૧ લાખનું દાન* મળે છે. અમદાવાદ ખાતે મળેલી મીટીંગમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના હોદ્દેદારો શ્રી સવજીભાઈ વેકરીયા, શ્રી મનહરભાઈ સાસપરા, શ્રી હરીભાઇ કથીરીયા અને શ્રી કાંતિભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં મળેલી મીટીંગમાં ટ્રસ્ટીશ્રી ધરમશીદાદા મોરડીયા અને શ્રી નાગજીભાઈ શીંગાળાની વિનંતીને માન આપી શ્રી ઘનશ્યામભાઈ ભાલાળા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ના દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. અમદાવાદથી સુરતમાં શિક્ષણ કાર્યની સુવિધામાં મળી રહેલો પ્રતિસાદ અને સહયોગ બદલ સમાજ ગૌરવ સાથે દાતાશ્રીને અભિનંદન પાઠવે છે.

સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટને અમદાવાદથી સમાજ શ્રેષ્ઠીઓનો ઉમદા સહકાર મળી રહ્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત તરફથી સુરત ખાતે ૧૦૦૦ ભાઈઓ માટે અને ૫૦૦ બહેનો માટે અલગ-અલગ બે હોસ્ટેલ ભવનનું નિર્માણ થનાર છે. ત્યારે અમદાવાદથી પટેલ સમાજના અગ્રણી-મહાનુભાવો તરફથી સુરતના આ ઉમદા સમાજ ઉપયોગી કાર્યને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતથી પટેલ સમાજના હોદ્દેદારો આજે અમદાવાદ મુલાકાતે ગયા હતા. પ્રથમ મીટિંગ નિકોલ ખાતે શ્રી ઘનશ્યામભાઈ ભાલાળાને ત્યાં મળી હતી. અને બીજી મીટિંગ સિંધુ ભવન રોડ શ્રી રવજીભાઈ વસાણીને ત્યાં મળી હતી. જેમાં ધારાસભ્યશ્રી વલ્લભભાઈ કાકડીયા તથા અગ્રણી બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી સુરત હોસ્ટેલ પ્રોજેક્ટ માટે રૂ.૨૧ લાખના સહયોગ સાથે મહાનુભાવો ટ્રસ્ટી બન્યા છે.

*શ્રી રવજીભાઈ વસાણી, શ્રી ગગજીભાઈ સુતરીયા અને શ્રી ધરમશીભાઈ મોરડીયા* ત્રણેય સમાજના ટ્રસ્ટીઓ અગાઉ બનેલ છે. ઉપરાંત *આજે શ્રી નાગજીભાઈ નાનજીભાઈ શીંગાળા, શ્રી ઘનશ્યામભાઈ ભાલાળા (પાંચ ટોબરા), પુષ્કર ગ્રુપના શ્રી ચતુરભાઈ શામજીભાઈ ચોડવડિયા (વિરપુર-ગઢીયા) તથા રાજેશ્વરી ડેવલપર્સના શ્રી કાળુભાઇ ઝાલાવાડીયા (ઘેટી દુધાળા)* આજે ચાર મહાનુભાવો ટ્રસ્ટી બનતા *અમદાવાદથી કુલ સાત ટ્રસ્ટીદાતા બન્યા છે.* તે ઉપરાંત *શ્રી દિનેશભાઈ કાકડીયા તરફથી એક રૂમના દાતા તરીકે રૂ. ૭.૫૦ લાખ આર્થિક સહયોગ આપેલ છે.* અમદાવાદથી હજુ વધુ સહયોગ મળશે તે માટે મહાનુભાવોએ ખાતરી આપી છે. સુરતને આ મહત્વના પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત અમદાવાદના મહાનુભાવોનો સગૌરવ આભાર માને છે. સુરતથી પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપ પ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા, સહ મંત્રીશ્રી કાંતીભાઈ ભંડેરી અને કો-ઓર્ડિનેટરશ્રી હરીભાઇ કથીરીયા અમદાવાદની મુલાકાતે ગયા હતા.

અમદાવાદ ખાતે અગ્રણી બિલ્ડર ભંડેરી ગ્રુપના યુવાન ડિરેક્ટર *શ્રી સુનીલભાઈ ધીરુભાઈ ભંડેરી*(વેળાવદર )તરફથી સુરત ખાતે નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેક્ટ માટે રૂપિયા ૨૧ લાખનો સહયોગ મળે છે અમદાવાદના ટ્રસ્ટીશ્રી નાગજીભાઈ શિંગાળા તથા ઘનશ્યામભાઈ ભાલાળાની વિનંતીથી સુનિલભાઈ ભંડેરી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતમાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સગૌરવ સુનિલભાઈને અભિનંદન પાઠવે છે.