Page Views: 5627

મહંત નરેન્દ્ર ગિરીના પાર્થિવ શરીરને સમાધિ અપાઇ

મહંત આનંદ ગિરિ, આદ્ય તિવારી અને તેના દીકરા સંદીપ તિવારી ત્રણેયની એકસાથે મંદિરના ફાળામાં ગરબડ મામલે પુછપરછ કરાઇ

નવી દિલ્હીઃ વર્તમાનન્યુઝ.કોમ 
અખિલ ભારતીય અખાડા પરીષદના મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ બાદ આજે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને બપોરે 12:00 કલાકે તેમને ભૂસમાધિ આપવામાં આવી હતી. 
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને બાઘંબરી ગાદીના મહંત નરેન્દ્ર ગિરિ મહારાજના પાર્થિવ શરીરને સમાધિ આપતા પહેલા સ્નાન કરાવવા માટે સંગમ લઈ જવામાં આવ્યો હતો. મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ શરીરને સંગમ સ્નાન કરાવ્યા બાદ લેટે હનુમાન મંદિર પણ લઈ જવામાં આવ્યો હતો. નરેન્દ્ર ગિરિ તે મંદિરના જ મહંત હતા. ત્યાર બાદ તેમના પાર્થિવ શરીરને પાછું બાઘંબરી મઠ લાવવામાં આવશે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે સમાધિ આપવામાં આવ્યું હતું. પોલીસની પુછપરછ દરમિયાન આનંદ ગિરિએ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાની વાત કરી હતી અને પોતાને મહંતજી સાથે કોઈ વિવાદ ન હોવાનું જણાવ્યું હતું. મહંત આનંદ ગિરિ, આદ્ય તિવારી અને તેના દીકરા સંદીપ તિવારી ત્રણેયની એકસાથે મંદિરના ફાળામાં ગરબડ મામલે પુછપરછ કરવામાં આવી હતી. યુપી પોલીસે હરિદ્વાર આશ્રમથી આનંદ ગિરિના લેપટોપ, ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને પણ કબજામાં લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. સાથે જ ગનર અજય સહિત સુરક્ષામાં તૈનાત 4 પોલીસ કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી હતી. 
પૂર્વ સાંસદ અને સંત રામ વિલાસ વેદાંતીએ સ્યુસાઈડ નોટ નરેન્દ્ર ગિરિએ ન લખી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે તેઓ રામ મંદિર આંદોલનમાં સાથે હતા ત્યારથી નરેન્દ્ર ગિરિને ઓળખે છે. તેમણે કદી નરેન્દ્ર ગિરિને આટલું લખતા નહોતા જોયા. પત્રના દરેક પાને અલગ હેન્ડરાઈટિંગ છે. તેમણે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માગણી કરવામાં આવી છે.