Page Views: 8299

આયુર્વેદ હોસ્પિટલ ખાતે શ્રીજીની સ્થાપના અને સત્ય નારાયણની કથા

હોસ્પિટલ કેમ્પસમાં ભાવિ તબીબો અને સ્ટાફ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી

વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર શહેરમાં ભગવાન ગણેશની પૂજા આરાધના થઇ રહી છે. ત્યારે સુરત શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભા સંચાલિત ઓ.હી. નાઝર આયુર્વેદ હોસ્પિટલ ખાતે પણ ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે. આયુર્વેદ હોસ્પિટલ ખાતે પાંચ દિવસના ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને આજે ભગવાન સત્યાનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભગવાન ગણેશનું કેમ્પસમાં જ વિસર્જન કરવામાં આવશે.  આયુર્વેદ હોસ્પિટલના આરએમઓ ડો. વર્મા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. આયુર્વેદ કોલેજના આચાર્યા શ્રીમતી કિર્તિબેન રાજા સહિત પ્રોફેસર ડો.જગદીશ મહેતા, ડો.પન્નાબેન સોજીત્રા સહિતના અગ્રણીઓએ ભગવાનની પૂજા અર્ચના અને આરાધના કરી હતી.