Page Views: 2543

ધનવંતરી કોલેજમાં એંજિનયરિંગ, ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્રે નવા ઇમર્જિંગ કોર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયા

કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનિયરિંગ ક્ષેત્રે સાયબર સિક્યોરિટી, આર્ટીફિશયલ ઇન્ટેલીજેન્સ ડિગ્રી કોર્સ, કેમિકલ એન્જિનિયરિંગ(ગ્રીન ટેકનોલોજી), વેબ ડિઝાઇન, મોબાઇલ એપ્લીકેશન ડેવલોપમેન્ટ વોકેશનલ કોર્સમાં વિધાર્થીઓનો રસ વધ્યો. • B.Sc. (Cosmetic) નો કોર્સ ગુજરાતમાં સૌ પ્રથમ શ્રી ધનવંતરી કોલેજમાં શરૂ થયો છે. • દેશમાં પ્રથમ વખત ફાર્મા અને લાઈફ સાયન્સ ક્ષેત્રના ગ્રેજ્યુએટ વિધાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ અને સ્કીલ ડેવલપમેન્ટ કોર્ષ શરૂ થયો, FDCA અપ્રુવ સર્ટિફિકેટ પણ મળશે

સુરત : વર્તમાનન્યૂઝ.કોમ

શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધનવંતરી કેમ્પસમાં એંજિનયરિંગ, ફાર્મા, બિઝનેસ મેનેજમેંટ કોલેજમાં વિવિધ ડિગ્રી, ડિપ્લોમા અને વોકેશનલ કોર્સ ચાલી રહ્યા છે. અહીં વિવિધ કોલેજ અને શ્રી ધનવંતરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ધનવંતરી કોલેજમાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્રે નવા ઇમર્જિંગ કોર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયા છે, જેમાં વિધાર્થીઓની રૂચી વધી છે. અહીં દેશમાં પ્રથમ વખત ફાર્મા અને લાઈફ સાયન્સ ક્ષેત્રના ગ્રેજ્યુએટ વિધાર્થીઓ માટે રિબોઝોમ રિસર્ચ સેન્ટર પ્રા. લિ. સાથે ૧ વર્ષનો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ અને સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ થયો છે. કોર્સ પૂર્ણ કરતા વિદ્યાર્થીને FDCA અપ્રુવડ સર્ટિફિકેટ પણ મળશે.

એચિવમેન્ટ: શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજ :- 

1) વર્ષ 2020માં ARIIA ( Atal Ranking of Institution on Innovation Achievement Award) માં ટોપ 26-50માં સ્થાન.,  

2) 2018માં Integrated Chamber of Commerce & Industry દ્વારા National Education Excellence Conclaveમાં Best Pharmacy College In Gujarat નો એવાર્ડ.,

3) વર્ષ 2018 થી NBA Accreditation માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ ફાર્મસી કોલેજ.,  

4) 2021માં NAAC Accreditationમાં B++ ગ્રેડ.,  

5) 2019માં ALL INDIA COUNCIL OF TECHNICAL EDUCATION, NEW DELHI દ્વારા “Clean & Smart Campus” એવાર્ડ.,  

6) DSIR ( Department ઓફ Scientific & Industrial Research – SIRO ( Scientific & Industrial recognition Organization ) ની માન્યતા મેળવનારી પ્રથમ શૈક્ષણિક સંસ્થા., 

7)કોલેજે અત્યાર સુધી ૬ જેટલા international Conferenceનું આયોજન.  

8) કોલેજે U.S.A ,South Korea અને South Africaની પાંચ યુનિવર્સિટી સાથે students અને faculty exchange માટેના MOU., 

9) પ્રિન્સિપાલ ડો. એમ. એન. નૂલ્વી અને તેમની ટિમ દ્વારા ત્રણ કરોડ કરતાં વધારાની રિસર્ચ ગ્રાન્ટ. 

શ્રી ધનવંતરી શાળા/કોલેજ હંમેશા સરકાર અને એસઓપીની માર્ગદર્શિકાના નિર્દેશનું પાલન કરે છે અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ઓનલાઈન / ઓફલાઈન શિક્ષણ આધારિત અવિરત પ્રવૃત્તિ પૂરી પાડે છે. વિધાર્થીઓના પ્રોત્સાહન અને કૌશલ્ય વિકાસ માટે સ્કોલરશીપ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફીમાં રાહત અને વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને સમારોહનું આયોજન કરી વિજેતાઓને પ્રશંસા પ્રમાણપત્રો, ટ્રોફી, મેડલ અને કેશ પ્રાઇઝ આપવામાં આવે છે.