Page Views: 6926

કરું હાથ જોડી મિચ્છામી દુકકડમ, હૃદય દ્વાર ખોલી મિચ્છામી દુકકડમ- પ્રશાંત સોમાણી

રાગ અને દ્વેષથી દૂભવ્યાં ઘણાનાં દિલ, મિચ્છામિ દુક્કડમના ભાવથી જોડું તુજ દિલ

વર્તમાનન્યૂઝ.કોમ-સંકલન – નૂતન તુષાર કોઠારી દ્વારા

કરું હાથ જોડી મિચ્છામી દુકકડમ,

હૃદય દ્વાર ખોલી મિચ્છામી દુકકડમ.

અહિંસા ના માર્ગે સદા ચાલવાનું, 

છે નવકાર બોલી મિચ્છામી દુકકડમ.

કરું પ્રેમભાવે તપસ્યા મહાવીર,

શરણ આવું દોડી મિચ્છામી દુક્કડમ

ભરી લો મને બાહમાં આપ સ્વજન,

અહંકાર છોડી મિચ્છામી દુકકડમ.

વરસ આખું ભૂલો કરી છે પ્રશાંતે,

કરો માફ, સોરી, મિચ્છામી દુકકડમ.

:- પ્રશાંત સોમાણી

****************************************************************

કારણ છે ક્ષમા.

વીર છે તે મહાવીર છે એનું આભૂષણ છે ક્ષમા;

રગરગમાં વ્યાપેલી ઘૃણાનું એક મારણ છે ક્ષમા.

બુદ્ધ અને મહાવીર જગમાં ઇશ થઇ પૂજાય છે;

એક માત્ર ને એક માત્ર એનું કારણ છે ક્ષમા.

મહાવીર થઈને જીવનમાં માફ દુશ્મનને કરો;

સૌના દિલને જીતવાનું એક કામણ છે ક્ષમા.

કાચા સુતરના તાંતણા સમું છે સંબંધોનું વિશ્વ;

તૂટેલ સંબંધ જોડવાનું એક કારણ છે ક્ષમા.

:- દિલીપ વી ઘાસવાળા

****************************************************************

*મિચ્છામિ દુક્કડમ*

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

*ગાગાગા ગાલગા ગાગાગા ગાલગા*

દિલથી ઉચ્ચાર છે મિચ્છામિ દુક્કડમ

અંતર ઉદ્દગાર છે મિચ્છામિ દુક્કડમ

મારી ભૂલો ખમાવું છું દિલથી ખરા

ભાવે ઉધ્ધાર છે મિચ્છામિ દુક્કડમ

સ્નેહી સાચા નિહાળું જગમાં આપને

સાચો ઉપહાર છે મિચ્છામિ દુક્કડમ

કાયમ હો સાથ એવું ઝંખું છું ફરી

માનું ઉપકાર છે મિચ્છામિ દુક્કડમ

માનવનો ધર્મ સાચો વાંછું છું પ્રથમ

પાવન ઉપચાર છે મિચ્છામિ દુક્કડમ

:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

****************************************************************

ક્ષમા યાચના

હા.. જિંદગીમાં મેં ભૂલો હજાર કરી હશે,

ક્યારેક મનથી તો ક્યારેક તનથી કરી હશે. 

ક્યારેક કટુ વચનથી કોઇને ઈજા કરી હશે,

તો,ક્યારેક આત્મા કોઈની દુઃખી કરી હશે.

મેં ક્યારેક આંખ કોઈની ભીની કરી હશે ,

તો, કોઈની મુસ્કાન હોઠથી દૂર કરી હશે .

પણ, આજના આ પાવન પર્વે જાગુ' એ.. 

ક્ષમાયાચના પણ દિલથી કરી છે, હોઠ હસે. 

:- જાગૃતિ કૈલા

****************************************************************

 ભૂલો કરી છે અનેક આ જીવનમાં માફી માગું છું,

 કરેલા પાપોને અંત:કરણથી આજે ધોવા માગુ છું.

કોઈને પહોચાડ્યું હશે મારાં વર્તન કે વાણીથી દુ:ખ,

જો દૂભવ્યાં હોય કોઈના મન, તેની હું માફી માગું છું.

આચાર-વિચાર કે થયો હોય કોઈ વિષય વિકાર,

સૂક્ષ્મમાં થયેલા અભાવોની હું માફી માગું છું.

રસમાં લુબ્ધ થઈને કર્યા હશે દોષ આહારના,

ક્યાંક તરછોડ્યુ હોય અન્નને તેની હું માફી માગું છું.

પર્વ આવ્યું છે આ ક્ષમાપનનું આજે પ્રતિક્રમણ કરી,

મન, વચન, કાયાથી કરેલી ભૂલોની હું માફી માગું છું.

:- પીના પટેલ "પિન્કી"

****************************************************************

ભૂલો કરી ના ભૂલી જઈએ,

અંતઃકરણથી માફી માગીએ.

મન,વચન, કર્મથી થયેલ ભૂલોને,

યાદ કરીને દિલથી માફી માંગીએ.

ના હૃદયે વેરભાવ,ઈર્ષા રાખીએ,

સૌને દિલથી માફી આપીએ.

"અહિંસા પરમો ધર્મ" સમજીને,

ના મનથી પણ કોઇની હિંસા કરીએ.

હું પદને છોડીને સ્વને ઓળખીએ,

આત્માના કલ્યાણનું હવે તો વિચારીએ.

પવિત્ર અવસર પર્યુષણ પર્વનો માનીએ,

હૃદયથી સૌને મિચ્છામિ દુક્કડમ કહીએ.

:-ભારતી ભંડેરી, અમદાવાદ.

****************************************************************

રાગ અને દ્વેષથી દૂભવ્યાં ઘણાનાં દિલ,

મિચ્છામિ દુક્કડમના ભાવથી જોડું તુજ. દિલ.

'હું' પદથી કર્યુ મેં ઘણું અભિમાન,

આપો મુજને આજ ક્ષમા દાન.

પરને છોડી પામવું મારે નિજ સ્થાન,

'ક્ષમા વિરસ્ય ભુષણમ્' અપાવશે આ સ્થાન.

દેહની ગાંઠને કરશે દૂર દવા,

 મનની ગાંઠને કરશે દૂર ક્ષમા.

ક્ષમા માંગીને હું ક્ષમા ચાહું આજના દિન,

પ્રભુ અંતરમાં અલાયદું સ્થાન ચાહું પ્રતિદિન.

:- નીતા જાટકિયા - સુરત

****************************************************************

હાથ જોડી માફી માગું છું મિચ્છામી દુક્કડમ

હું જગતમાં સૌને ચાહું છું મિચ્છામી દુક્કડમ,

દોસ્ત, દુશ્મન, સંબંધી કે સગા, સૌને કહું છું,

ભૂલ છે સ્વીકારી નાખું છું મિચ્છામી દુક્કડમ,

માટીમાં રમતા ને સાથે ઝગડતા મિત્રોની,

યાદ જૂની તાજી રાખું છું મિચ્છામી દુક્કડમ,

હું સબંધોના. ખોટા હાથ પર ચપ્પુ મુકું,

દર્દ આપે એ નસ કાપું છું મિચ્છામી દુક્કડમ,

હોય છે સોદાગર જે જિંદગીને લૂંટી જાય,

શ્વાસ સાથે અંતર માપું છું મિચ્છામી દુક્કડમ,

ખારો, મીઠો, કડવો, તીખો, તૂરો, ખાટો છે,

સ્વાદ સંબંધોના ચાખું છું મિચ્છામી દુક્કડમ,

:- 'અમીર' - હર્ષ