Page Views: 10790

શિક્ષણ સમિતિના ભાજપના સભ્ય રાકેશ ભીકડીયાનો અગાઉ દારૂ પીતા વિડીયો વાયરલ થયો હતો હવે જુગાર રમતા ઝડપાયો

મોટા વરાછાની વૃંદાવન સોસાયટીમાં પોલીસે છાપો મારી નવ જુગારીયાને ઝડપ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

અગાઉ દારૂ પીતા જેમનો વિડીયો વાયરલ થયો હતો એ શિક્ષણ સમિતિના નવ નિયુક્ત સભ્ય ફરી વખત જુગારના કેસમાં પોલીસના હાથે ઝડપાતા શહેર ભાજપની આબરૂનું ધોવાણ થયું છે. આડેધડ હોદાઓ આપવામાં આવ્યા હોવાની વાત પણ સ્થાનિક ભાજપના સંગઠનમાં વહેતી થઇ છે.  સુરત શહેરના  મોટા વરાછા ખાતે આવેલી  વૃંદાવન સોસાયટીમાં રવિવારે મોડીરાતે એક ઓફિસમાં જુગાર રમાતો હતો. જ્યાં દરોડા પાડી પોલીસે જુગાર રમતા નવ વ્યક્તિને પકડી પાડ્યા છે. 9 પૈકી એક એક શિક્ષણ સમિતિના નવા નિમાયેલા સભ્ય રાકેશ ભીકડિયા પણ છે. જેનો સમિતિની ચૂંટણી અગાઉ દારૂ પીતો વીડિયો પણ વાઈરલ થયો હતો. રાકેશ ભીકડિયા દારૂ બાદ જુગારમાં પણ પકડાતાં વિપક્ષ દ્વારા  ભાજપના નેતાઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. જે આરોપીઓ પકડાયા છે તેમાં નરેન્દ્ર ધાનાણી (સરિતા સોસા., વરાછા), દિનેશ ઉર્ફે બાલો, કનુ ઉર્ફે રમેશ પટેલ (વાલકેશ્વર સોસા, વરાછા), ઘનશ્યામ વણઝારા (રવિ બિલ્ડિંગ, રાજહંસ સ્વપ્ન સરથાણા), મૌલિક કાત્રોડિયા (શ્રીરામ સોસા. હીરાબાગ વરાછા), અજય વસાણી (વ્રજભૂમિ સોસા. મોટા વરાછા), મનસુખ રાસડિયા (લક્ષ્મી એપાર્ટમેન્ટ. બોમ્બે માર્કેટ પાસે), કેતન ઠક્કર (રવિ બિલ્ડિંગ), કિનશ માંડવિયા (રઘુનદંન રેસિ. મોટા વરાછા), રાકેશ ભીકડિયા (મંગલ દીપ સોસા. કાપોદ્રા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.