Page Views: 1167

રાજ્ય સરકારે કોરોનામાં મૃતકોના આંકડા છુપાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસની ન્યાય યાત્રામાં ગુજરાતના ચોર ઝોનમાં 22815 ફોર્મ ભરાયા 

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
રાજ્યમાં કોરોનાની કેસ ઓછા આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રામાં દરમિયાન છેલ્લા બે સપ્તાહમાં 20000થી વધુ પરિવારોની મુલાકાત લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના ચાર ઝોનમાં 21115 પરિવારોએ આ ન્યાય યાત્રામાં ફોર્મ ભર્યા હોવાનો સુરત શહેર કોંગ્રેસે આક્ષેપ કરવામાં આવ્યો છે. 
સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરીષદમાં શહેર પ્રમુખ નૈષધ દેસાઇે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારી તંત્રની લાપરવાહીના કારણે ગુજરાતમાં 2,81,000 નાગરિકોએ જીવ ગુમાવ્યાનો સર્વેમાં વાત બહાર આવી છે. બે અઠવાડીયાની આ યાત્રામાં વીસ હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લેવામાં આવી છે. કોરોનામાં જે પરિવારોએ સ્વજનને ગુમાવ્યા છે તેઓને ન્યાય આપવા માટેની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં "નમસ્તે ટ્રમ્પ"ના કાર્યક્રમથી ગુજરાત કોરોનાની મહામારી ફેલાઈ હતી. ત્યાર બાદ સુરતમાં "નમસ્તે ભાઉ"ના કાર્યક્રમને કારણે સંક્રમણમાં વધારો થયો છે. મહામારીમાં સરકાર વારંવાર આંકડા છુપાવતી હોવા સાથે મૃતકોના આંકડા પણ છુપાવ્યા છે. સરકાર જેવી રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરીક માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે તેથી હાઇકોર્ટે અવલોકન કરવો પડ્યો છે. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, કોવિડથી મૃત્યુ પામેલા દરેક ઘટના પરિવારને 4 લાખનું વળતર આપવાની માગણી કરી છે. આ સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીઓના હોસ્પિટલના ખર્ચની ચુકવણી, સરકારની નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોઈથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનને કાયમ નોકરી આપવામાં આવે.