Page Views: 3748

ચેમ્બર દ્વારા આયોજીત વિવનીટ પ્રદર્શન ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસના નવા દ્વાર ખોલશેઃ આશીષ ગુજરાતી

પ્રદર્શનમાં ઓસ્ટ્રીયાનું ટેન્સલ લકસ યાર્નમાંથી બનેલું વિગન સિલ્ક ફેબ્રિક આકર્ષણનું કેન્દ્ર

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ  

ભારતભરમાં સૌપ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૧થી ૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૧’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ એકઝીબીશનમાં ચીફ ગેસ્ટ તથા ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત રહેનારા ભારત સરકારના ટેકસટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે ‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૧’નું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ એકઝીબીશનમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા સાંસદ સી. આર. પાટીલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપશે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલના સેક્રેટરી યુ.પી. સિંઘ (આઇ.એ.એસ.), ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી (આઇ.એ. એન્ડ એ.એસ.), કોન્સ્યુલેટ જનરલ ઓફ રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા – મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનો અને ફિયાસ્વી તેમજ સાસ્કમાના ચેરમેન ભરત ગાંધી ઉદ્‌ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૧૧, ૧ર અને ૧૩ સપ્ટેમ્બર, ર૦ર૧ દરમ્યાન યોજાનાર ત્રિ–દિવસીય પ્રદર્શન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. અહીં ર૦૦૦ ચોરસ મીટરમાં પીલરલેસ એસી હોલમાં ૧રપ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એકઝીબીશન’ એ વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.

આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી છે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.

‘વિવનીટ એકઝીબીશન’સુરતનું સૌપ્રથમ એવું એકઝીબીશન બની રહેશે કે જેમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તમામની મુલાકાતથી એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.

આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.

ઓસ્ટ્રીયાનું ટેન્સલ લકસ યાર્નમાંથી બનેલા વિગન સિલ્ક ફેબ્રિક આકર્ષણનું કેન્દ્ર બનશે

આ પ્રદર્શન થકી પહેલી વખત સુરતમાં નવીનતમ ફેબ્રિક તરીકે ટેન્સલ લકસ ફેબ્રિકની એન્ટ્રી થશે, જે સુરતના કાપડબજારની સૂરત બદલી નાંખશે. ટેન્સલ લકસ ફેબ્રિકનું યાર્ન ઓસ્ટ્રીયામાં બને છે. આ એક બોટનિકલ યાર્નમાંથી ઉત્પાદિત થતું કાપડ છે. સિલ્ક જેવી કવોલિટી પણ સિલ્કથી સસ્તુ અને મજબૂત કાપડ વિગન સિલ્કના નામથી યુરોપમાં ધૂમ મચાવી રહ્યું છે. સિલ્ક જેવી જ ફીલ અને ટચ તથા સિલ્ક કરતા વધુ મજબૂત, ગજબનું કલર વાઇબ્રેશન ધરાવતું ટેન્સલ લકસ ફેબ્રિક માટે સુરતના ટેક્ષટાઇલ એકસપર્ટ કહે છે કે એ સુરતના કપડા બજાર માટે તે ગેમ ચેન્જર પુરવાર થશે.

આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.

આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.

‘વિવનીટ એકઝીબીશન– ર૦ર૧’માં મુખ્ય આકર્ષણો....

૧. ઓસ્ટ્રીયાનું ટેન્સલ લકસ યાર્નમાંથી બનેલું વિગન સિલ્ક ફેબ્રિક

આ પ્રદર્શન થકી પહેલી વખત સુરતમાં નવીનતમ ફેબ્રિક તરીકે ટેન્સલ લકસ ફેબ્રિકની એન્ટ્રી થશે, જે સુરતના કાપડબજારની સૂરત બદલી નાંખશે. ટેન્સલ લકસ ફેબ્રિકનું યાર્ન ઓસ્ટ્રીયામાં બને છે. આ એક બોટનિકલ યાર્નમાંથી ઉત્પાદિત થતું કાપડ છે. સિલ્ક જેવી કવોલિટી પણ સિલ્કથી સસ્તુ અને મજબૂત કાપડ વિગન સિલ્કના નામથી યુરોપમાં ધૂમ મચાવી રહ્યું છે. સિલ્ક જેવી જ ફીલ અને ટચ તથા સિલ્ક કરતા વધુ મજબૂત, ગજબનું કલર વાઇબ્રેશન ધરાવતું ટેન્સલ લકસ ફેબ્રિક માટે સુરતના ટેક્ષટાઇલ એકસપર્ટ કહે છે કે એ સુરતના કપડા બજાર માટે તે ગેમ ચેન્જર પુરવાર થશે.

ર. ત્રણ કિલો શુદ્ધ સોનાની જરીથી સુરતમાં વિવિંગ થયેલો લહેંગો

ત્રણ કિલો શુદ્ધ સોનાની જરીથી સુરતમાં જ વિવિંગ થયેલો લહેંગો આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી રહયો છે. લહેંગા સહિતનું એથનીક વેર બનારસના ખાસ કુશળ કારીગરના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું છે. આ આઉટફીટની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય કંપની લેબલ કેલોન દ્વારા બનાવવામાં આવી છે, જે પણ આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

૩. એકસપોર્ટ કવોલિટીનું એકસ્ટ્રા લાઇટ ફાસ્ટનેસવાળું સુરતમાં ઉત્પાદિત થયેલું કાપડ પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.