Page Views: 1521

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ કોરોનાને કારણે રદ્ કરવા નિર્ણય

ભારતીય ટીમના હેડ કોચ રવિશાસ્ત્રી સહિત પાંચ સભ્યોને કોરોના

માંચેસ્ટર-વર્તમાનન્યૂઝ.કોમ

 આજે  શુક્રવારથી માંચેસ્ટર ખાતે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ હાસ પુરતી રદ્ કરી  દેવામાં આવી છે. બંને દેશના બોર્ડે આંતરિક સમજૂતીથી આ નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચ એક અથવા તો બે દિવસ માટે ટાળી દેવામાં આવી છે. મોટા ભાગે પાંચમી ટેસ્ટ કોરોના સંક્રમણને કારણે રદ કરવામાં આવશે એવુ બન્ને બોર્ડના સૂત્રો જણાવી રહયા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના 3 સદસ્ય ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ બધા વચ્ચે ટીમમાં કોરોનાનો વધુ એક નવો કેસ સામે આવ્યો હતો. આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોવિડ-19થી સંક્રમિત આવ્યો હતો. ગત રોજ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ બંને બોર્ડે મેચને નિર્ધારિત સમય એટલે કે શુક્રવારથી શરૂ કરવા સહમતી દર્શાવી હતી. જોકે બંને બોર્ડ વચ્ચે ફરીથી વાતચીત થઈ તેમાં અંતિમ ટેસ્ટ મેચ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોથી ટેસ્ટ મેચ ભારત જીત્યુ હોવાથી ભારતે આ સિરીઝ 2-1થી કબજે કરી છે અને પાંચ પૈકી ચાર મેચ રમાઇ હતી જેમાં બે ટેસ્ટ ભારત જીત્યુ હતું જ્યારે એક ટેસ્ટ ખરાબ હવામાનને કારણે છેલ્લા દિવસે રદ થઇ હતી.