Page Views: 9815

સુરત હીરા બુર્સ પર ફસાયેલા રૂ.10 હજાર કરોડના આયાત રફ ડાયમંડ પાર્સલ સામે પેન્ડિંગ પેમેન્ટ સંબંધિત મુદ્દાનો સુખદ ઉકેલ

જીજેઇપીસીની રજૂઆતને પગલે આરબીઆઇ અ ડીજી સીસ્ટમ દ્વારા સિસ્ટમની એરર દૂર કરવામાં આવી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

IDPMS ખાતે ટેક્નિકલ સમસ્યાને કારણે સુરત હિરા બુર્સ પર પ્રાપ્ત આયાત પાર્સલની ચુકવણીનો મુદો ઉભો થયો હતો. સુરત હિરા બુર્સ ખાતે 3 જી જૂનથી 4 જુલાઇ દરમિયાન આયાત કરેલા અંદાજે રૂપિયા 10 હજાર કરોડના રફ ડાયમંડના પાર્સલ માટે ચુકવણીઓ હોલ્ડ પર રાખવામાં આવી હતી. બિલ ઓફ એન્ટ્રીની આરબીઆઇના પોર્ટલ પર એન્ટ્રી ન થઇ શકવાને કારણે આ સમસ્યા ઉભી થઇ હતી. સુરત આયાતકારો/કસ્ટમ્સ દ્વારા ફાઇલ અને અપલોડ કરવામાં આવેલી ‘બિલ ઓફ એન્ટ્રી’ RBI ના પોર્ટલ પર દેખાતી ના હોવાથી AD બેન્કો વિદેશી ચુકવણીઓ મોકલવામાં સક્ષમ નહી હોવાનું જણાવ્યું હતું. આ વાતને પગલે સુરતના હીરા ઉદ્યગકારોની દિવાળી બગડશે એવો ડર પેદા થયો હતો. પરંતુ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિઝ્યનના ચેરમેન દિનેશ નાવડિયા સહિતના અગ્રણીઓ અને મુંબઇના હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી.

ખાસ કરીને GJEPC ને આ ટેકનિકલ સમસ્યા વિશે જાણ થતાં જ વિવિધ સંસ્થાઓ જેવીકે RBI, DG Systems, MoC&I ને સંપર્ક કર્યો અને આ મુદ્દાને ઉકેલવા માટે તેમનો સહયોગ માંગ્યો હતો. GJEPC એ 4 સપ્ટેમ્બર, 2021 ના રોજ મુંબઈ ખાતે વાણિજ્ય સચિવ બી. વી. આર. સુબ્રમણ્યમ સાથેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

GJEPCને, તેના સતત પ્રયાસો અને કસ્ટમ્સ તેમજ RBI ના સહયોગથી, આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળતા મળી છે GJEPC કસ્ટમ્સ, DG સિસ્ટમ્સ, RBI અને MoC&I નો, તેમના માર્ગદર્શન અને મામલાને ઉકેલવામાં GJEPC ને સહયોગ કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.