Page Views: 1492

અમદાવાદમાં સતત બીજા દિવસે આઇટીના દરોડાઃ કરપાત્ર-બિનહિસાબી વ્યવહારો પર તપાસ શરૂ કરાઇ 

રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલી ઓફિસો પર દરોડા યથાવત 

અમદાવાદ: વર્તમાનન્યુઝ.કોમ  
આવકવેરા વિભાગે અમદાવાદમાં કરપાત્ર - બિનહિસાબી નાણા શોધવા હવે સર્વે અને સર્ચની કામગીરી ઝડપી કરી છે. આવકવેરા વિભાગે રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલ ૧૪ કંપનીના ડાયરેકટો અને સહયોગી ઉપર ૨૪થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા જે આજે બીજા દિવસે પણ સતત ચાલુ રહ્યા છે. મોડી સાંજથી આવતીકાલે સવારે દરોડાની કાર્યવાહી પૂર્ણ થવાની શકયતા સૂત્રોએ વ્યકત કરી છે. આવકવેરા વિભાગે રીયલ એસ્ટેટ સાથે મોટું કામ ધરાવતા દિપક ઠક્કર, યોગેશ પુજારા, શીતલ ઝાલા, અશોક ભંડારી, જગદીશ પાવરા, પ્રશાંત સરખેડી અને નિલા ઇન્ફ્રાસ્ટ્રકચરની ઓફિસ ઉપર ૧૦૦થી વધુ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન જમીન - મિલ્કત તેમજ નાણાકીય વ્યવહાર અને રોકાણના દસ્તાવેજો હાથ લાગ્યાનું તેમજ બેંક લોકર્સ સીઝ કરવાની કામગીરી હાથ ધરી છે.