Page Views: 3170

કોરોના કહેર વચ્ચે સિટી બસમાં લોકો ખીચોખીચ પ્રવાસ કરે છે 

ધંધા-રોજગાર માટે યુવાનો અને વિધાર્થીઓ મજબૂરી માટે પ્રવાસ કરતા હોવાનું બહાર આવ્યું 

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
કોરોના કહેર શહેરમાં હજી પણ ઓછો થયો નથી ત્યારે અલગ અલગ રૂટ પર દોડતી સિટી બસની અંદર મુસાફરોની ખૂબ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉધના-પાંડેસરા વિસ્તારના નામે સોશ્યલ મીડિયામાં વીડિયો વાઈરલ કરાયો છે. જેમાં ખીચોખીચ ભરેલી સિટી બસના દરવાજે લટકીને મુસાફરો જોખમી પ્રવાસ ખેડી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. 
ઉધના પાંડેસરા લિંબાયત વિસ્તારમાં મોટા પ્રમાણમાં શ્રમજીવી વર્ગ રહે છે. તેથી આ વિસ્તારમાં સિટીબસ અને બીઆરટીએસ બસનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કામકાજ અર્થે જતા લોકો સિટી બસનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સવારે અને સાંજના સમયે સિટી બસમાં એટલી સંખ્યામાં મુસાફરો હોય છે કે, મુસાફરોએ દરવાજા પાસે લટકીને જવું પડે છે. બસમાંથી નીચે પડી જાય તેવી પૂર્ણ શક્યતા હોવા છતાં પણ મુસાફરો જોખમ લઈ રહ્યા છે. આ ઉપરાંત રાંદેર રોડ પર આવેલી સ્કૂલોના વિધાર્થીઓ પણ ખચોખીચ સિટ બસમાં સફળ ખેડી રહ્યા છે. 
આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક જણાવ્યું કે, કોરોના સંક્રમણની બીજી લહેર બાદ અમે સિટી બસ શરૂ કરી છે. અમારી ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે કે, કયા રૂટ ઉપર કેટલા વધુ પેસેન્જરો તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેના આધારે અમે જે તે વિસ્તારને આઈડેન્ટિફાય કરીને તે વિસ્તારમાં વધારાની સિટી બસો દોડાવવાનું આયોજન કરવાના છીએ.