Page Views: 3807

સુરતના યુવાને સતત 73 કલાક સુધી કાર ડ્રાઇવિંગ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી 

મોટર સ્પોર્ટસમાં અન્ય યુવાનો માટે પ્રેરણાદાયક બન્યો સિદ્ધાર્થ દોશી બન્યો

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 

સુરતના યુવાન સિદ્ધાર્થ દોશીએ દેશ ની પહેલી મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. સિદ્ધાર્થ દોશીએ 73 કલાક સુધી નોનસ્ટોપ ડ્રાઇવિંગ કરીને એમણે મોટર સ્પોર્ટ્સમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જે આજના યુવાનો માટે પ્રેરણા દાયક છે. યુવાન સિદ્ધાર્થ દોશીએ ચંદીગઢ, ઝાંસી, નાગપુર, હૈદરાબાદ અને બેંગલુરુ ખાતે નાનકડો વિરામ લીધો હતો અને માત્ર 73 કલાક માં સફરને પૂર્ણ કરી હતી જે ખૂબ જ સાહસિક અને પ્રેરણાદાયક છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ ક્રાર્યક્રમમાં વર્ચ્યુઅલ ફ્લેગ ઑફ કરી આ રાઈડ શરૂ કરવામાં આવી હતી. કાશમીરના લેહથી કન્યાકુમારી સુધીનું અંતર માત્ર 73 કલાક માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ દોશીએ અવિરત 73 કલાકની ડ્રાઈવ કારીને આ સુરતી યુવાને આપડા દેશની આ પહેલી મોટર સ્પોર્ટસ ડ્રાઇવમાં ત્રીજો નંબર મેળવ્યો છે, જે સુરતીઓ માટે ખુબજ ગૌરવ લેવાની બાબત છે. આ ડ્રાઇવમાં સિદ્ધાર્થ દોશીએ 3889 કિલોમીટરનો સફર ખેડી 73 કલાકમાં આટલું અંતર કાપ્યું હતું. જેનો રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ તથા નેપાળ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. આ ડ્રાઇવ બિગબાશ સ્પોર્ટ્સ લીગ ઘ્વારા યોજવામાં આવી હતી.
આ બાબતે સિદ્રાર્થ દોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનાલીથી લેહ સુધીનો રસ્તો ખૂબ જ પડકારજનક હતો અને ગાડીમાં ફ્યુઅલ ભરવા માટે કે અન્ય બાબત માટે 10 મિનિટના 10 બ્રેક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમવા માટે 5 બ્રેક આપવામાં આવ્યા હતા. 30 મીનીટના આ સમય દરમિયાન જ જમવાનું પૂર્ણ કરી દઇ ફરી ગાડી સ્ટાર્ટ કરવાની હોય છે.