Page Views: 12082

જાણો રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં શાળા સંચાલકોના પ્રતિનિધિઓના ઉમેદવાર દીપક રાજ્યગુરૂ વિશે

સમગ્ર રાજ્યમાં શિક્ષણ જગતમાં દીપક રાજ્યગુરૂનું નામ આદર પુર્વક લેવામાં આવે છે

સુરત-કિરીટ ત્રિવેદી દ્વારા (91735 32179)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ખંડ – 8 ની સામાન્ય ચૂંટણીઓ આગામી તારીખ 25-9-2021ને રવિવારના રોજ યોજાવાની છે. આ ચૂંટણીમાં સુરતના શિક્ષણવિદ એવા ડો.દીપક રાજ્યગુરૂએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. શિક્ષક માતા પિતાના સંતાન એવા ડો.દીપક રાજ્યગુરૂની શિક્ષણ યાત્રા અને તેમના સંકલ્પો વિશે જાણીએ...