Page Views: 4357

વડા પ્રધાનના જન્મ દિવસ નિમિત્તે પાર્લે પોઇન્ટ સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન

વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે 71 કિલોની કેક કપાશે 

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠનના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શહેરના જાણીતા સીએ અને સંગઠનના અધ્યક્ષ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ પોતાની કર્મઠ અને ઓજસ્વી પ્રતિભા દ્વારા આપણા દેશને વિશ્વ ફલક પર એક આગવું સ્થાન અપાવ્યું છે. તેમના જન્મદિનને યાદગાર અને પ્રેરણારૂપ બનાવવા માટે શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠનના નેજા હેઠળ ભેગી થયેલી ૦૧ જેટલી સામાજિક સંસ્થાઓના સહયોગથી ‘‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ''નું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાકાળ દરમિયાન રકતની ભારે અછત વર્તાઈ રહી હોય આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૫-૦૯-૨૦૨૧ બુધવાર અને તા.૧૬-૦૯-૨૦૨૧ ગુરૂવારના રોજ (બે દિવસ) સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી શ્રી રાધાકૃષ્ણ મંદિરના રાધિકા એ.સી. હોલમાં રકતદાતાઓ રકતદાન કરશે. કાર્યક્રમને સફળ બનાવવા અનેક અગ્રણી સામાજિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તથા યુવક મંડળોનો સહકાર સાંપડયો છે. જેમાં 71 જેટલી સામાજિક સંસ્થાઓએ સહિયારા પ્રયાસો દ્વારા આ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછી ૧૦ બોટલ રકત એકઠું કરવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જાહેર જનતાને પણ રકતદાનની અપીલ કરવામાં આવી છે. તા.૧૭-૦૯-૨૦૨૧ શુક્રવારના રોજ ઉપરોકત હોલ ખાતે જ સવારે ૧૧ કલાકે 71 કિલોની કેક કાપવામાં આવશે. આ પ્રસંગે દરેક રકતદાતાને સંગઠન તરફથી ૪ માસ્ક તેમજ જરૂરિયાતમંદ રકતદાતાને બે લાખનું વિમા કવચ શુભેચ્છાના પ્રતિક તરીકે આપવામાં આવશે. સંગઠનનો ધ્યેય આ પ્રસંગે ઓછામાં ઓછી 710 બોટલ રકત એકઠું કરવાનો રહેશે. કેમ્પ દરમ્યાન રકત એકઠું કરવા માટેની તમામ કામગીરીમાં સુર રકતદાન કેન્દ્રનો સુંદર સહકાર સાંપડયો છે.