Page Views: 3616

સુરતમાં યુનિયન બેંકનુ સર્વર ખોટકાઇ જતા ગ્રાહકો પરેશાન

સવારથી જ બેંકમાં આર્થિક લેવડ-દેવડની કામગીરી અધુરી રહી  

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 

રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આર્થિક વ્યવહારો ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે. ત્યારે શહેરની સરકારી બેંકો પૈકીની મહત્વની એવી યુનિયન બેંકના સર્વરમાં ટેક્નિકલ ખામી સર્જાતા લોકો પરેશાન થયા હતા અને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.  પ્રાપ્ત વિગતો મુજબ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી યુનિયન બેન્કમાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ પહોંચેલાં ગ્રાહકોના કોઈ પણ આર્થિક લેવડ- દેવડની કામગીરી થઈ શકી ન હતી. ગ્રાહકોએ યુનિયન બેંકના સ્ટાફના કર્મચારીઓને પૂછતાં તેઓ શરૂઆતમાં કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બે કલાક બાદ પણ કોઇ પ્રકારની કામગીરી ન થતા આખરે તેમણે કબૂલાત કરી હતી કે, સર્વર ડાઉન હોવાના કારણે બેંકિંગ કામગીરી થોડા સમય માટે બંધ થઈ છે.  ફરિયાદ કરાયા બાદ કારણ અપાયું સુરેશ પટેલના રહિશ આજે સવારે યુનિયન બેન્ક માં તેમના ફંડ ટ્રાન્સફર કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે એક કલાક વધુનો સમય પસાર થઇ ગયા બાદ પણ તેમના રૂપિયા અન્ય બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થતા તેમણે યુનિયન બેંકના મેનેજરને આ બાબતે ફરિયાદ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સમગ્ર શહેરમાં યુનિયન બેન્કની જેટલી પણ શાખાઓ છે તે તમામ શાખાઓમાં સર્વર ડાઉન થયું હોવાને કારણે આ મુશ્કેલી ઊભી થઈ હતી. યુનિયન બેંકમાં સર્વર ડાઉન થવાની ઘટના અવારનવાર હોવાની ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે. યુનિયન બેન્ક માં જ્યારે પણ સર્વર ડાઉન થવાની સમસ્યા ઊભી થતી હોય છે. તે માત્ર સુરત શહેર પૂરતું નહીં પરંતુ સમગ્ર દેશભરમાં આ પ્રકારની ટેક્નિકલ ખામી ઉભી કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કલાકો સુધી સર્વર ડાઉન થવાના કારણે લોકોના કરોડો રૃપિયાના આર્થિક વ્યવહાર ખોરવાઈ જતાં હોય છે અને તેની સીધી અસર આર્થિક વ્યવહારો ઉપર થતી હોય છે. યુનિયન બેન્ક દ્વારા સર્વર ડાઉન થવાની ઘટના નો કાયમી ઉકેલ આવે તે દિશામાં નક્કર કામગીરી કરવી જરૂરી છે