Page Views: 5187

અશંત ધરા મામલે પાલિકા એ પોલિસ પર દોષનો ટોપલો પોલીસ ઢોળ્યો

અશાંતધારાના અમલ કરાવવામાં પોલીસની ભૂમિકા સામે જ સવાલો કરી દેવાયા

સુરત- વર્તમાન,કોમ

કોટવિસ્તારના વોર્ડ નંબર 11માં થતાં ગેરકાયદે બાંધકામ અને અશાંતધારાના અમલમાં આવતી બેદરકારી મામલે હાઇકોર્ટમાં કરાયેલી પિટિશનમાં સુરત મહાનગર પાલિકાએ કરેલી એફિડેવિટમાં દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવાયો છે. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા કરવામાં આવેલી એફિડેવિટમાં એક રીતે ગેરકાયદે બાંધકામોનો રાફડો અને અશાંતધારાના અમલ કરાવવામાં પોલીસની ભૂમિકા સામે જ સવાલો કરી દેવાયા છે.

આ માટે પોલીસ બંદોબસ્ત માટે કરાયેલી વાંરવારની અરજીઓ પણ એફિડેવિટ સાથે જોડી કહેવાયં છે કે અનેકવાર આના માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા તે ફાળવવામાં જ આવ્યો નહીં. કોટ વિસ્તારમાં મુગલીસરામાં પાલિકાની મુખ્ય કચેરી આજુબાજુ જ ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. નાણાવટ મેઇન રોડ હોય કે શાહપોર દરેક જગ્યાએ પાર્કિંગ એરિયાને કવર કરીને મોટાપાયે બાંધકામ કરી દેવામાં આવ્યા છે. આ જ કારણોસર નજીકના તમામ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યાઓ પણ વકરી છે.
ગોડી પાર્શ્વનાથ જૈન દહેરાસર વતી ટ્રસ્ટી ભદ્રક નગરશેઠે કરેલી પિટિશનમાં જણાવાયુ હતુ કે વોર્ડ નંબર 11માં અશાંતધારો લાગુ હોવા છતાં હિન્દુ શખ્સએ મુસ્લિમને મિલકત વેચાણથી આપી છે. આ મિલકતની બાજુમાં ટ્રસ્ટની મિલકત આવી છે. જે મિલકતનું વેચાણ થયું છે તે તોડી પાડવામાં આવી છે અને ત્યાંથી આવવા જવાનો રસ્તો જ બંધ કરી દેવાયો છે. આથી અમારી નોંધ છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે.
અશાંતધારાનો મામલો અગાઉ પાલિકાની સામાન્ય સભા અને કલેકટરની સંકલનમાં પણ ગાજી ચૂકયો છે. જેમાં અનેક ધારાસભ્યોએ પોત-પોતાના મત વિસ્તારમાં અધિકારીઓ અશાંતધારાનો અમલ કરાવતા ન હોવાનો આરોપ લગાવાયો હતો. કોટ વિસ્તાર, ઉન અને લિંબાયતમાં અશાંતધારા મુદ્દે અનેક ફરિયાદો આવી હતી. અશાંતધારામાં દસ્તાવેજ કે કબજા રસીદમાં થતી ગોબાચારી રોકવાની જવાબદારી કલેકટર વિભાગની છે.
અધિકારીઓએ આ જગ્યાનું સ્થળ નિરિક્ષણ કર્યું હતુ જેમાં જુનુ મકાન તોડીને કોઇ પણ જાતના પ્લાન વગર નવું મકાન બાંધી દેવામાં આવ્યુ છે. આથી જે તે બિલ્ડરને નોટિસ ઇશ્યુ કરીને આગળ બાંધકામ નહીં કરવાની નોટિસ આપી દેવામાં આવી હતી. ત્યારબાદ પાર્ટીને ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની પણ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ અટકાવાયુ નહતુ આથી પાલિકાએ ડિમોલીશનની કામગીરી કરાઈ હતી અને પ્રોપર્ટી સીલ પણ કરાઈ હતી. તેમ છતાં આ સીલ દુર કરી ગેરકાયદે વસવાટ શરૂ કરી દેવાયો હતો આથી આગળની કાર્યવાહી માટે પોલીસ બંદોબસ્ત માટેની અરજી કરવામાં આવી હતી. જો કે, પોલીસ બંદોબસ્ત પુરુ પાડયુ નહતુ. આ સાથે જ પાલિકાએ એફિડેવિટમાં પોતાના વખાણ કરતાં કહ્યુ હતુ કે પાલિકા તંત્ર માત્ર એલર્ટ જ નથી પરંતુ યોગ્ય પગલાં પણ ભરી રહી છે. પાલિકાએ ઉમેર્યું હતુ કે ગેરકાયદે બાંધકામનું નળ કનેક્શન પણ દુર કરાયુ હતુ.