Page Views: 5621

ગાંધીનગર મહાનગર પાલિકા સહિત ત્રણ નગર પાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ

ભાજપ માટે કપરા ચડાણ તો આમ આદમી પાર્ટી જોર બતાવશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા આવેલી ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામા આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી 3 ઓકટોબરે મતદાન યોજાશે. જ્યારે 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરવામા આવશે. જે વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત થતા જ જે તે વિસ્તારમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી, બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂટણી માટે મતદાન યોજાશે. આ ઉપરાંત અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી અને રાજ્યની અન્ય 5 નગરપાલિકાઓની 9 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 3 તારીખે મતદાન યોજાશે. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત થતા જ જે તે વિસ્તારમાં આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનિય છે કે, ભાજપ સામે લોકોમાં ભયંકર નારાજગી છે અને બીજી તરફ ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી રાજ્યમાં કાઠુ કાઢી રહી છે ત્યારે કોંગ્રેસને મતદારોએ લખીવાળી હોય એવુ ચિત્ર હાલમાં રાજ્યના રાજકારણમાં ઉપસી રહ્યુ છે.