સુરતઃ વર્તમાનન્યુઝ
સુરત શહેરમાં શ્રાવણ માસની શરૂઆતની સાથે હિન્દુ ઘર્મના તહેવારોની શરૂઆત થઇ જાય છે. આ તહેવારના આ દિવસોમાં શહેરીજનો કરોડો રૂપિયાની મીઠાઈઓ આરોગી જતાં હોય છે. પરંતુ ઘણીવાર આ મીઠાઈમાં હલકી ગુણવત્તાની પણ બનતી હોય છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય છે. અને હાલમાં આવી રહેલા ભાઇ-બહેનના પ્રવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને માવા મીઠાઈની વિક્રેતાઓને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી સેમ્પલો લેવામાં આવ્યા છે. રક્ષાબંધનનો તહેવાર ધ્યાને લઈને મીઠાઇ વિક્રેતાની ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તહેવારોમાં મોટાપાયે મીઠાઈ બનતી હોય છે. ઘણા લોકો હલકી ગુણવત્તાની મીઠાઈ પણ બનાવતા હોય છે. જોકે મીઠાઈની હલકી ગુણવત્તાના કારણે લોકો નુકસાન થતું હોય છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ કરી મીઠાઈની દુકાનમાં જઈ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ રીપોર્ટમાં અખાદ્ય સામગ્રી મળી આવતા મીઠાઈ વિક્રેતાઓને આગામી દિવસોમાં દંડ પણ ફટકારવામાં આવશે.
• Share •