Page Views: 4314

ઉધના-મગદલ્લા રોડ પર આવેલ કારખાનામાં આગ લાગત ફાયર બ્રિગેડ દોડતું થયું 

ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં લીધી 


સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
ઉધના-મગદલ્લા રોડ પર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના એક કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી. ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન કરનારા કારખાનામાં આગ લાગતા સવારે મોર્નિગ વોક માટે નીકળેલા રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના કારણે લાશકરોએ ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લેતા સ્થાનિક ઉદ્યોગકારોએ રાહતના શ્વાસ લીધા હતા. 
મનપાના ફાયર અધિકારી મારૂતિ સોનવણેએ જણાવ્યું હતું કે, આગનો કોલ લગભગ સવારે 6:45 કલાકે મળ્યો હતો. અમે ઘટનાસ્થળે પહોંચતાની સાથે ધુમાડા સાથે આગ બહાર આવી રહી હતી. જેથી તાત્કાલિક પાણીનો મારો કરી આગને કાબૂમાં લેતા કોઈ મોટું નુકસાન નોંધાયું ન હતું. જોકે આગમાં ફર્નિચર, ટીવી, ફ્રિઝ, એસી, મોબાઈલ અને એની એસેસરીઝ સહિતનો સામાન બળી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ખાતું સંજયભાઈ નામના વ્યક્તિનું હતું અને મનોજ લાલકૃષ્ણ સ્વરાફ નામના વ્યક્તિએ ભાડા પર રાખ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટના સ્થળે ગયા બાદ બંધ કારખાના બંધ હાલતમાં હતા. દુકાનમાંથી આગ ધુમાડા નીકળતા જોઈ તાત્કાલિક બન્ને તાળા તોડી નાખ્યા હતાં. અંધારામાં પ્રવેશ કરતા જ કાઉન્ટર પર બધું સળગતું હતું. પાણીનો મારો કરી આગ કાબુમાં લીધી હતી. ત્યારબાદ પ્લાસ્તિકની ખુરશીઓ, મોબાઇલના બોક્સ, ઇલેક્ટ્રિક સામાન બળી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.