Page Views: 5451

રાજ્યના હજારો વેપારીઓને ફરીવાર જીએસટીની નોટીસ

રૂપિયા જમા કરાવ્યા કે સ્ટે હોય તેવા બનાવોમાં પણ નોટીસ ફટકારાઇ

અમદાવાદઃ વર્તમાનન્યુઝ,કોમ 
જીએસટીના અમલને ચાર વર્ષ પૂરા થઇ રહ્યા છે તેમ છતાં તેની સિસ્ટમ સેટ થતી નથી અને નાના વેપારીઓ તેનાથી પરેશાન થઈ રહ્યા છે. જીએસટી પોર્ટલ વર્ષના મોટા ભાગના દિવસોમાં બંધ હોવાથી વેપારીઓ રિટર્નફાઇલ થઇ શકતું ન હોવા ઉપરાંત હવે જીએસટી વિભાગે ટાર્ગેટ પૂરો કરવા માટે અધિકારીઓ દ્વારા કડક ઉઘરાણી શરૂ કરી દીધી છે. જેમાં જે વેપારીઓ નિયમિત રિટર્ન ફાઈલ કરે છે અથવા તો ડિપાર્ટમેન્ટને ચૂકવવાના થતા નાણાં જે વેપારીઓ ચૂકવી દીધા છે તેમને પણ અધિકારીઓ દ્વારા આડેધડ નોટિસ
ફટકારવામાં આવી રહી છે. તેથી પણ વેપારીઓ પરેશાન છે. 
રાજ્યના વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટની દલીલ એવી છે કે અધિકારીઓ જો નોટિસ ફટકારતા પહેલા જે તે વેપારીનું સ્ટેટસ ચેક કરે તો પણ ઘણી રાહત થઇ જાય. અગાઉ પણ આ મુદે ટેકસ કન્સલ્ટન્ટ દ્વારા જીએસટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ૬૫૯૧ સિનિયર અધિકારીઓ દ્વાર સ્ટાફને ટાર્ગેટ પૂરો કરવા માટે કામે લાગી જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેને પગલે જીએસટી વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી કડક ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ મોબા ઈલ સ્કવોડને પણ ટાર્ગેટ આપી દેવામાં આવ્યા હોવાથી રોડ પરથી માલ ભરીને જતા વાહનોને કનડગત શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી જીએસટી અધિકારીઓ દ્વારા એક જ પ્રકારની નોટિસ તેયાર કરી તમામ વેપારીઓને જીએસટી ભરવાની થતી ચોક્કસ રકમ ભરી દેવા નોટિસ ફ્ટકારવામાં આવી રહી છે. બીજી તરક આ નોટીસ મુદ્દે જો વેપારીઓ રજૂઆત કરવા ડિપાર્ટમેન્ટમાં જાય તો અધિકારીઓ દ્વારા પૂરતો સ્ટાફ નહીં હોવાનું બહાનું કરી તેમની વાત ટાળી દેવામાં આવી રહી છે. જેનો કારણે તેનો ભોગ પણ વેપારીઓ જ બનવું પડે છે.