Page Views: 5977

છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 88 ટકા અને ડીઝલમાં 209 ટકાનો ઘરખમ વધારો ઝીંકયો 

એકસાઇઝ ડયુટીમાં વધારાને કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર

નવી દિલ્હી: વર્તમાનન્યુઝ.કોમ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગ લાગી ગઈ છે. તેલની વધતી કિંમતોથી સામાન્ય વ્યક્તિ પરેશાન થઇ ગયો છે. જોકે, હાલમાં તેમા ઘટાડો થવાની આશા દેખાઈ રહી નથી. તેલની કિંમતોમાં વધારા માટે એક્સાઇઝ ડ્યુટીને જવાબદાર ઠેરવવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ છ વર્ષોમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી લગભગ બેગણો વધારો થઇ ગયો છે અને તેમાં 88 ટકા વધી ગઈ છે. જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી છ વર્ષોમાં ત્રણ ગણો વધારો થયો છે અને આમાં 209 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલ હવે 100 રૂપિયા પ્રતિ લીટરથી વધારે વેચાઇ રહ્યો છે.
એક મીડિયાના રિપોર્ટ મુજબ 1 જૂલાઈ 2021 સુધી પેટ્રોલ પર સેસને મિલાવીને એક્સાઇઝ ડ્યુટી 32.90 રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે 1 જૂલાઈ 2015માં સેસ સાથે 17.46 રૂપિયા પ્રતિ લીટર હતી. આવી જ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. 1 જૂલાઈ 2021માં ડીઝલ પર સેસ સાથે ડ્યુટી 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે 1 જૂલાઈ 2015માં સેસ સાથે એક્સાઇઝ ડ્યુટી 10.26 રૂપિયા પ્રતિ લીટર હતી. દેશના ચાર મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગઈ છે. જ્યારે આ શહેરોમાં ડીઝલની કિંમત 90-98 રૂપિયા પ્રતિ લીટર વચ્ચે છે. કેન્દ્ર દ્વારા લાગુ પાડવામાં આવતી એક્સાઇઝ ડયુટીના કારણે દેશવાસીઓએ પેટ્રોલ અને ડિઝલ પર વધારે ભાવ ચુકવવો પડી રહ્યો છે.