Page Views: 11245

રૂ.150 કરોડના ખર્ચે બ્રહ્મસેના દ્વારા બનાવાશે દુર્ગાધામ

બ્રાહ્મણ સમાજના મોભીઓ 8 Aug. નાં રોજ બ્રહ્મસેના પ્રોફેશનલ્સ મિટીંગમાં જોરદાર આયોજનનું પ્લાનીંગ

સુરત-(કિરીટ ત્રિવેદી-9173532179)

150 કરોડ રુપિયાનાં ખર્ચે  દુર્ગાધામ બનાવવાની યોજનાં ધડી કાઢવામાં આવશે  અન્ય જ્ઞાતિનાં સંકુલ કે ધાર્મિક સ્થળ જોઈ દરેક બ્રાહ્મણ વિચારતો હતો કે આવું આપણાં સમાજમાં થશે કે નહી ??
બ્રહ્મસેના દ્વારા આ આયોજન થઈ રહ્યુ છે, ડિસેમ્બર ૨૦૨૧ માં ખાતમુહુર્ત પણ થઈ જશે . આ વિશે ભાવેશ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર બનશે દુર્ગાધામ  બ્રહ્મસમાજની 84 પેટાજ્ઞાતિને આ દુર્ગાધામમાં મફત પ્લોટ આપવાનું આયોજન છે . આથી દરેક પેટાજ્ઞાતિ ત્યાં સંકુલ બનાવી શકશે .. *શિવ શક્તિ ગણપતિનું* ભવ્ય મંદિર બનશે.. ઘરડા ઘર બનશે.. કર્મકાંડી બ્રાહ્મણ પોતાનાં યજમાનનાં હોમ હવન પુજા કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.. ગાર્ડન & પેવેલીયન બનાવાશે ..ફુડ કોર્નર સહિત   બ્રાહ્મણ ઈતિહાસનું મ્યુઝીયમ બનાવાશે .. પાર્ટી પ્લોટ & હોલ બનશે ... શોપીંગ કોમ્પલેક્ષ તૈયાર કરાશે .. અનેક પ્રકારની સુવિધા આ *દુર્ગાધામ* માં ઊભી કરાશે ... ટુરીઝમ & રિસોર્ટ 
ક્લબ જેવા આધુનિક ધામમાં ૧૦૦૦ પ્લોટનું વેચાણ કરાશે ... આશરે 150 એકર જમીનમાં આ દુર્ગાધામ ઊભુ કરવામાં આવશે. 

આગામી 8મી ઓગસ્ટના રોજ  સવારે ૧૦:૩૦ પ્રોફેશનલ્સની મિટીંગ બ્રહ્મ ભુવન સેકટર ૧૬ ગાંધીનગર ખાતે મળશે ... 

બ્રહ્મસમાજનાં આ નવા ઈતિહાસ સમાન સાહસ માં સમાજનાં તમામ સંગઠન તેમજ સમાજનાં તમામ અગ્રણીનાં માર્ગદર્શન લેવામાં આવશે .બ્રાહ્મણ સૌ એક નાં નારાને આપણે સૌએ સાર્થક કરવાનો આ ઊત્તમ સમય છે .. સમાજનાં વકિલો ડોકટર સીએ ઈન્જીનીયર ઈન્ડ્રસ્ટ્રીયાલિસ્ટ  બિઝનેસમેન ફાયનાન્સ કન્સલટન્ટ, શિક્ષણ મહારથીઓ અધીકારીઓ સહીત અનેક મહાનુભાવ મળી આ કાર્યને આખરી ઓપ આપશે .. સમાજ માટે કંઈક કરવાની ભાવનાં ધરાવતા લોકો જ આવા વિચારને મુકવા શક્તિ આપતા હોય છે. આ કાર્યમાં તમામ ભૂદેવોને યથા શક્તિ માર્ગદર્શન આફવા માટે અપીલ કરવામાં આવી છે. આ સંકુલ બન્યા બાદ આપણે પણ ગર્વથી લોકોને કહી શકીશુ કે પધારો દુર્ગાધામ.