Page Views: 7640

કાપોદ્રામાં યુવાનનું અપહરણ કરી ખંડણી પેટે રૂ. 10 હજારની માંગણી કરાઇ

બાઇક ચાલક દવા લઇ ઘરે જઇ રહ્યો હતો રીક્ષા ચાલક ગેંગે મોબાઇલ પડાવી લઇ 10 હજાર તૈયાર રાખવા જણાવ્યું

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 

કાપોદ્રામાં દવા લઇને ઘરે જણા રહેલા યુવાનની બાઇક આગળ ફિલ્મી સ્ટાઇલમાં રીક્ષા ચાલક ગેંગે રીક્ષા આડી કરી અપહરણ કર્યું હતું. આ સાથે મોબાઇલ ફોન પડાવી લઇ ખંડણી પેટે 10 હજારની માંગણી કરનાર માથાભારે ચાર યુવકો સામે કાપોદ્રા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
વરાછા એલ.એચ. રોડ પર પ્રભુનગર સોસાયટીમાં રહેતી શિક્ષીકા સરલાબેન હિતેશ હરણેશા (ઉ.વ. 33 મૂળ રહે. કાલસારી, તા. વિસાવદર, જિ. જુનાગઢ)ની બહેનનો પુત્ર અનિરૂધ્ધ સુરાણી બે દિવસ દવા લઇને બાઇક પર ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે રીક્ષામાં મેહુલ ઉર્ફે મયલો ધીરૂ ડાભી અને વિજય ઉર્ફે ભુરી ભુપત મકવાણા ઘસી આવ્યા હતા. ફિલ્મી સ્ટાઇલમાં બાઇકની આગળ રીક્ષા ઉભી રાખી જબરજસ્તી અનિરૂધ્ધને રીક્ષામાં બેસાડી તારી પાસે જે કંઇ હોય તે આપી દે એમ કહ્યું હતું. પરંતુ અનિરૂધ્ધ પોતાની પાસે કંઇ નથી અને મોબાઇલ ફોન વરાછા મારૂતિ ચોક ખાતે ખોડિયાર સોંઇગ મશીનની બાજુમાં મેડીકલ સ્ટોરમાં ચાર્જીંગમાં મુકેલો છે. એમ કહેતાની સાથે જ મેહુલે તેના બીજા બે મિત્ર ધવલ દશરથ ડાભી અને મયુર ઉર્ફે માયો વિનુ વાઘેલાને ફોન કરી મેડીકલ સ્ટોર પર મોબાઇલ લેવા મોકલ્યા હતા. પરંતુ અનિરૂધ્ધ સ્ટોર માલિક સાથે વાત કરવાનો ઇન્કાર કરતા તેણે મોબાઇલ આપ્યો ન હતો. જેથી મેહુલ અને વિજયે અનિરૂધ્ધનું રીક્ષામાં અપહરણ કરી મારૂતિ ચોક લઇ ગયા હતા અને આખી રાત મારવાની ધમકી આપી હતી. જેથી ડરી જનાર અનિરૂધ્ધે મોબાઇલ આપી દેતા મેહુલ અને વિજયે ધમકી આપી હતી કે કાલે દુકાને આવીશું, 10 હજાર તૈયાર રાખજે તો જ મોબાઇલ મળશે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. કાપોદ્રા પોલીસે હાલ અપહરણની ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.