સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
અમરોલી સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સ કારખાનામાં કારીગરને મળવા આવેલા અજાણ્યા યુવાનને ખુદ કારીગરે કરપીણ હત્યા કરી નાંખતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ સ્થિત વિભાગ 1 ના પ્લોટ નં. 117થી 120માં આવેલા લુમ્સ કારખાનાના મેનેજર મુકેશ ધરમસિંહ બરવાળીયા (ઉ.વ. 37 રહે. સી 901, ભક્તિ હાઇટ્સ, અમરોલી-સાયણ રોડ) પર ગત બપોરે ફોન આવ્યો હતો કે કારખાનાના કારીગર બાબુનો કોઇ સાથે ઝઘડો થયો છે. જેથી મુકેશ તુરંત જ કારખાના માલિકની ઓફિસ પાસે ઘસી ગયો હતો. મુકેશે બાબુને પુછતા તેણે કહ્યું હતું કે મેરા ઝઘડા હો ગયા થા ઔર મુજે સર મે ચોંટ હૈ. બાબુના માથામાંથી લોહી નીકળતું હોવાથી મુકેશે તેના ડોક્ટર પાસે જવાનું કહ્યું હતું. ત્યાર બાદ કારખાનાના સુપરવાઇઝર રશ્મીરંજન મહાપાત્રાએ બાબુ સાથે જેનો ઝઘડો થયો હતો તેને પ્લોટ નં. 191 અને 192ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં મૃત હાલતમાં જોઇ ચોંકી ગયો હતો. જો કે આ અંગેની જાણ અમરોલી પોલીસને કરતા તુરંત જ અમરોલી પોલીસ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઘસી આવી હતી. પોલીસ અને મેનેજર મુકેશે કારખાનાના સીસીટીવી ચેક કરતા બાબુ કારખાનાના પાંચમાં માળે હતો ત્યારે મૃતક યુવાન પણ પાંચમાં માળે ગયો હતો. જયાંથી મૃતક યુવાન થોડી વારમાં પરત આવ્યો હતો અને તેની પાછળ બાબુ પણ ગયો હતો. ત્યાર બાદ તેઓ વચ્ચે ઝઘડો થતા અજાણ્યા યુવાનને બાબુએ માર મારી મોતને ઘાત ઉતાર્યો હોવાની આશંકા પોલીસને છે. આ સાથે પોલીસે હત્યાનો ગુનો નોંધી બાબુની શોધખોળ શરૂ કરી છે.
• Share •