Page Views: 8845

શિવમે વિવાન્તા આઇકોન પર નવું સેમસંગ સ્માર્ટકેફે ખોલ્યું

સેમસંગનું ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટરનું શરૂઆત કરાઇ

સુરતઃ ગ્લોબલ કન્ઝ્યુરમ ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ સેમસંગ ઇન્ડિયાએ શનિવારે ગુરુપૂર્ણિમાના દિવસે દક્ષિણ ગુજરાતનું સ્માર્ટ કેફેની શરુઆત પાલ વિવાન્તા આઇકોનમાં કરવામાં આવી છે. 
સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના વરિષ્ઠ નિદેશક ડેઇલ કિમે કેફેનું ઉદ્ધાટન કર્યું હતું. અડાજણ એલ.પી. સવાણી રોડ પર વિવંતા આઇકોન મોલમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં સુરતના અગ્રણી વ્યવાસાયિક ગૃહો, સેમસંગના અધિકારીઓ, યજમાન શિવમ સેલ્સ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. શિવમ સેલ્સના સયુક્ત માલિક શૈલેષ સોનપાલે જણાવ્યું હતું કે, ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર સાથે દક્ષિણ ગુજરાતના પ્રથમ સ્માર્ટકેફે દ્વારા ગ્રાહકોને સુવિધા પુરી પાડવામાં આવશે. અન્ય એક સંયુક્ત માલિક અભિજીત આડતિયાએ જણાવ્યું હતું કે, સેમસંગ સ્માર્ટ ફોન્સ, ટેબ્લેટસ, ગિયર અને એસેસરીઝ સારી ગુણવત્તાવાળી જોવા મળશે.