Page Views: 1069

કોરોનાના કારણે લોકોની ખર્ચ શક્તિ ઘટતા ડ્રાયફુટના વેપાર પર અસર

ગૌરી વ્રત દરમિયાન પણ ડ્રાઇફ્રુટના વેપારમાં 50 ટકાનો ઘટાડો

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
શહેરમાં આજથી ગૌરી વ્રત શરૂ થઈ ગયાં છે અને આ ગૌરી વ્રત (અલુણા) દરમિયાન વ્રત કરનારી બાળાઓને શક્તિ આપનારા ડ્રાયફ્રુટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કારણે લોકોની ખર્ચ શક્તિ ઘટતા અને મોંઘવારી બન્નેના કારણે ધંધા પર અસર પહોંચી છે. 
પ્રાપ્ત વિગતો મુજબ હિન્દુ ધર્મમાં સારા પતિ મેળવવા માટે બાળકીઓ ગૌરી વ્રત કરે છે આ અલુણા વ્રત દરમિયાન બાળકીઓ મીઠા વગરનો ખોરાક લઇ ઉરવાસ કરે છે. મીઠા વગરના ખોરાકના કારણે તેઓનું એનર્જી લેવલ ઓછું થતું હોવાથી મોટાભાગની બાળાઓ એનર્જી લેવલ વધારવા માટે ડ્રાયફુટનો ઉપયોગ કરે છે. ડ્રાયફ્રુટમાંથી જે કેલેરી મળે છે તે ઉપવાસી બાળઓની ઇમ્યુનિટી વધારતી હોય છે. પરંતુ બાળાઓના ઇમ્યુનિટી વધારતા ડ્રાયફ્રુટની ખરીદી કરવા વાલીઓના ખિસ્સા પર વધુ કાપ મુકાઈ રહ્યો છે. મોંઘવારી, મંદીની સાથે સાથે ડ્રાયફ્રુટના ભાવમાં પણ ખાસ્સો ઉછાળો આવ્યો છે. ડ્રાયફ્રુટનું વેચાણ કરનારા વેપારી ભરતભાઈ દોરાબદારૂવાલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વ્રતમાં સૌથી વધુ અંજીરનો ઉપયોગ થાય છે ગતવર્ષે અફધાન અંજીરનો ભાવ એક હજારથી બારસો રૂપિયા કિલોનો હતો તે ભાવ વધીને સીધો 1400 રૂપિયાથી 1600 રૂપિયા કિલોનો થઈ ગયો છે. ગત વર્ષે એ ગ્રેડના અંજીર મળતા હતા પરંતુ આ વર્ષે એ ક્વોલીટી ન હોવા છતાં ભાવ વધ્યો છે. આવી જ રીતે કાજુના ભાવમા કિલોએ 200 રૂપિયા, આલુના ભાવમાં 100 રૂપિયા લાલ દરાખના ભાવમાં 100 રૂપિયા સહિત મોટા ભાગના ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે વ્રત શરૂ થાય તેના એક સપ્તાહ પહેલાં ડ્રાયફ્રુટની ખરીદી નિકળે છે પરંતુ અગાઉના વર્ષની સરખામણીમાં વ્રત શરૂ થઈ ગયું હોવા છતાં 50 ટકા પણ ઘરાકી નિકળી નથી. ડ્રાયફ્રુટના ભાવમાં 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ખરીદીમાં 50 ટકાનો ઘટાડો છે તે જ બતાવે છે કે હવે કોરોનાની મંદીના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને તેની અસર સીધી તહેવારની ઉજવણી પર પણ જોવા મળી છે.