Page Views: 1945

લાયન્સ ડિસ્ટ્રિકટ ૩૨૩૨ ઍફ-૨નું ડિજીટલ સ્કૂલીંગ

ડિજીટલ સ્કૂલીંગ લર્ન ઍન્ડ લીડ ખૂબ જ સમયસર પુર્ણ થયું

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ

લાયન્સ ડિસ્ટ્રિકટ ૩૨૩૨ ઍફ-૨ દ્વારા ડિજીટલ સ્કૂલીંગ ચાલુ કરવામાં આવી છે. આ અંગે ડિસ્ટ્રિક્ટ ચેરપરર્સન લાયન કિર્તિ શાહે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૮ જુલાઇના રોજ ડિસ્ટ્રિકટ ગવર્નર લાયન નીશીથભાઇ કિનારીવાળાના હાથે સ્કૂલીંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પીઆઇડી લાયન નરેન્દ્ર ભંડારી પુનાથી તથા અતિથિ વિશેષ વીડીજી-૧ લાયન મુકેશકુમાર પટેલ વાપીથી જાડાઇને લોકોને માહિતીઓ પુરી પાડી હતી. ડિજીટલ મિડીયા કો. ઓર્ડીનેટર પીડીજી સંજીવ ગાંધીઍ સ્કૂલીંગના કલાસ રૂમ, મોડરેટર, ફેકલ્ટી અને સમય અંગે માહિતી આપી હતી. જયારે ડિસ્ટ્રિક્ટ પબ્લિકેશન ચેરપર્સન લાયન સોનલ દેસાઇઍ ડિસ્ટ્રીકટ પીન તથા જ્ઞાનાર્થીઓ માટે તૈયર મેન્યુઅલ વિમોચન ગર્વનરના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્કૂલીંગ ફેકલ્ટી તરીકે મુંબઇથી લાયન દારા પટેલ, લાયન સંતોષ શïેટ્ટી, પુનાથી લાયન દ્વારકા જાલન તથા પાસ્ટ ડિસ્ટ્રિકટ ગર્વનર લાયન સુધીરભાઇ દેસાઇ, લાયન ભાનુબેન પટેલ, લાયન જયેશ ઠક્કરે સેવા આપી હતી.