Page Views: 7636

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાના હોદ્દેદારોની વરણી કરાઇ

ચેરમેન તરીકે નેન્ટી શાહ અને જયારે સેક્રેટરી તરીકે મહેશ ભાલાળાની વરણી કરાઇ

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાના સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના નવા વર્ષ 2021-2022 માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે નેન્ટી શાહ અને જયારે સેક્રેટરી તરીકે મહેશ ભાલાળાની વરણી કરવામાં આવી છે. 
સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર-ધી ઇન્સ્ટિટ્યૂટ ઓપ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ 18 જુલાઇ 2021ના રોજ સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના સીએમએ ભવન ખાતે 26મી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં ચેરમેન સીએમએ ભરત સવાણી તથા સેક્રેટરી સીએમએ પંકજ કનૌજિયાએ હાજર સભ્યોને વર્ષ દરમિયાન થયેલી પ્રવૃતિઓ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2021-22 માટે નવા ઓફિસ બેરર (હોદ્દેદારો)ની વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે નેન્ટી શાહ અને જયારે વાઇસ ચેરમેન તરીકે ભંવરલાલ ગુર્જર, સીએમએ કેવલ શાહ, સેક્રેટરી તરીકે સીએમએ મહેશ ભાલાળા અને ખજાનચી તરીકે સીએમએ કિશોર વાધેલાની નિણણુંક કરવામાં આવી છે.