Page Views: 13690

અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંન્દ્રાની ધરપકડથી ખળભળાટ

અગાઉ અન્ડરવર્લ્ડ કનેકશન અને મેચ ફિક્સીંગમાં પણ શિલ્પા અને રાજ કુંન્દ્રાનું નામ ઉછળ્યું હતું

મુંબઇ-વર્તમાનન્યૂઝ.કોમ

અન્ડરવર્લ્ડ ડોનને સુરતના વેપારીની સોપારી આપવાથી માંડીને આઇપીએલમાં મેચ ફિક્સીંગ સુધીના વિવાદમાં ફસાઇ ચુકેલી બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંન્દ્રા વધુ એક વિવાદમાં ફસાયા છે. આ વખતે અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુંન્દ્રા દંપત્તિની ધરપકડ કરી તપાસ આદરવામાં આવી છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને વેપારી રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મોની શૂટિંગના મામલે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાંચે કલાકો સુધી તેની પૂછપરછ પણ કરી હતી. રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા ઉપરાંત કેટલીક એપ દ્વારા તેને જાહેર કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં રાજ કુંદ્રાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સોમવારે જ શિલ્ફા શેટ્ટીના પતિ રાજ કંદ્રાને ક્રાઇમ બ્રાંચે આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવી બોલાવ્યા હતા. જે બાદ તેઓ ક્રાઇમ બ્રાંચની ઓફિસ પણ પહોંચ્યા હતા જ્યાં કલાકો સુધી તેમની આ મામલે પૂછપરછ થઇ હતી જે બાદ ધરપકડ કરાઇ હતી. આ પહેલા પણ તેઓ વિવાદોમાં આવી ચુક્યા છે. અભિનેત્રી પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાએ તેની તસવીરોનો દુરૂપયોગ કર્યો હતો. બીજી તરફ રાજ એ કહ્યું હતું કે જે કંપની પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે તે કંપનીને મે છોડી દીધી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બન્નેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.