Page Views: 4638

સુરતના તબીબ ડો. પ્રજ્ઞેશ જોષીની રાષ્ટ્રીય કક્ષાએ વધુ એક સિદ્ધી

આઇએમએની ફિવર એડવાઇઝરી ગ્રુપમાં રાજ્યના એક માત્ર તબીબનો સમાવેશ

સુરતઃ મોર્ડન મેડીસીનના તબીબોના સૌથી મોટા સંગઠન એવા ઇન્ડિયન મેડિકલ એસઓસિએશન-આઇએમએના નેશનલ હેડકર્વાટસ દ્વારા ફિવર એડવાઇઝરી ગ્રુપ નામના એક નિષ્ણાંત ગ્રુપનું ગઠન કરવામાં આવ્યું છે. આ એક્સક્લુઝીવ ગ્રુપમાં સુરતના ખ્યાતનામ તબીબ ડો. પ્રજ્ઞેશ જોષીની નિમણૂંક કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી અને સુરતમાંથી આ ગ્રુપમાં સમાવિષ્ટ થનાર ડો. પ્રજ્ઞેશ જોષી એક માત્ર તબીબ છે. આ ગ્રુપ હાલના સમયમાં સૌથી વધુ ચિંતાજનક બાબત અને વિષય તાવ વિશે સંશોધન અને વિશાળ છનાવટ કરશે. તથા સમગ્ર દેશના આઇએએના સભ્યોને ગાઇડલાઇન્સ પુરી પાડશે. હાલના સમયમાં આની તાતી જરૂરીયાત આછે. સમગ્ર દેશના તબીબોને એક સરખી ગાઇડલાઇન્સ પુરી પડાતા તબીબોના અને દરદીઓના ધણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને તાવ વિશેના અભિગમ અને ટ્રીટમેન્ટ બાબતમાં સમગ્ર દેશમાં એક સુત્રતા આવશે. ઇન્ડિયન મેડિકલ એસો.ના રાષ્ટ્રીય પૂર્વ ઉપપ્રમુખ રહેલા ડો. પ્રજ્ઞેશ જોષી જોષી હાલ આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે ઘણી બધી નિષ્ણાંત સમિતિમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ફિવર એડવાઇઝરી ગ્રુપમાં નિમણૂંક પામી અને એમણે સુરત શહેર અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.