Page Views: 2036

શ્રીનગરમાં સૈન્યની કાર્યવાહીમાં લશકરે તોયબાના બે આંતકીઓ ઠાર

છેલ્લા 9 દિવસમાં સૈન્યએ 24 આંતકીઓને ઠાર મરાયા

નવી દિલ્હીઃ વર્તમાનન્યુઝ.કોમ 

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સૈન્યને મોટી સફળતા મળી છે. સૈન્યની કાર્યવાહીમાં લશ્કરે તોયબાના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે સીઆરપીએફના બે જવાનો ઘાયલ થયા હતા. છેલ્લા 9 દિવસમાં 16 વખત આતંકીઓ અને સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં 24 આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. જ્યારે પુલવામામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી આવ્યો છે. 
શ્રીનગરમાં બે આતંકીઓ માર્યા ગયા હતા, જ્યારે સૈન્યએ માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહોને કબજે કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ આ એન્કાઉન્ટર દરમિયાન બે જવાનો પણ ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની
સારવાર ચાલી રહી છે. સૈન્યના જણાવ્યા અનુસાર આતંકીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો તે પહેલા આત્મસમર્પણ કરવા કહ્યું હતું તેઓ માન્યા નહીં તેથી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.