Page Views: 1742

વિયક કમ કોઝવે પર દૂધ અભિષેક કરીને તાપી મૈયાના જન્મદિવસે 600 મીટર લાંબી ચૂંદડી ચડાવવામાં આવી

તાપી માતાને ચૂંદડી ચડાવી આરતી ઉતારવામાં આવી

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
જગતમાં જેના દર્શનથી માત્ર પાપમુક્ત થઈ શકાય એ તાપી નદીનો આજે શુક્રવારે જન્મદિવસ છે. આજે સવારે વિયર કમ કોઝવે પર હરિઓમ ગ્રુપ દ્વારા તાપી માતાના જન્મદિવસની દૂધ અભિષેક અને તાપીમાં સ્નાન કરી ઉજવણી કરી હતી. આ સાથે તાપી માતાને 600 મીટર લાંબી ચૂંદડી પણ ચડાવવામાં આવી હતી. 2 વર્ષથી લઈ 78 વર્ષ સુધીના સ્વિમર મહિલાએ તાપી માતાનાં દર્શન કરી બાળકોને સ્વિમિંગના દાવપેચ શીખવ્યા હતા. હરિઓમ ગ્રુપના 300થી વધુ સભ્યોએ આજે કોઝવે પર તાપી માતાની જન્મ મહોત્સવમાં હાજરી આપી હતી.
સ્વિમર કમ હરિઓમ ગ્રુપના સભ્ય ધર્મેશ ઝવેરીએ જણાવ્યું હતું કે તાપી પુરાણમાં ઉલ્લેખિત 2 કલ્પ પછી પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા બ્રહ્માની સ્મૃતિ પછી સૂર્યનારાયણે પ્રસરાવેલા તેજનો પ્રકોપ પૃથ્વીના જીવોથી સહન ન થતાં ભગવાનની આંખોમાંથી આંસુ
વહેતાં થયાં, જે તાપીમૈયા સ્વરૂપે વહેતાં થયાં હતાં. પુણ્યસલિલા તાપીના તટે પુરાણકાળથી સ્થિત સુરતની ‘સૂરત' અને વિસ્તાર વિસ્તરતા રહ્યા છે, સુરતની જાહોજલાલી તાપીમૈયાને કારણે હોવાનું કહી શકાય. તાપીનાં પૂજન-અર્ચન સાથે તેનું જતન વર્તમાનની
આવશ્યક્તા બન્યું છે. આજે વડીલોએ શંખ વગાડી માતાની આરાધના કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે તાપી માતાના જન્મદિવસ નિમિત્તે તાપીના પાણીમાં 600 મીટરની ચૂંદડી તરતી મૂકવાની પરંપરાગત પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આરતી કરાઈ છે. ત્યાર બાદ નાસ્તા-પાણીની મોજ કરાઈ છે. સ્વિમરો આજના શુભ પ્રસંગે તાપીમાં સ્વિમિંગ કરી પુણ્ય પ્રાપ્ત કરી છે.