રાજ્યભરના ભૂદેવોએ શીખા ખોલી- ગોપાલ ઇટાલિયા વિરૂધ્ધ આવતી કાલે 150 તાલુકા અને તમામ જિલ્લામાં આવેદન પત્ર આપશે

જગદગુરૂ શંકરાચાર્ય અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતની તમામ ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનો 15મીથી કેજરીવાલ સામે પણ મોરચો ખોલશે-

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

બ્રાહ્મણો અને કથાકારો વિરૂધ્ધ મનઘડત નિવેદનો કરી અને વિવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે સમગ્ર બ્રાહ્મણ સમાજમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા સામે સમગ્ર રાજ્યમાં 150 તાલુકા અને 29 જિલ્લામાં તમામ બ્રાહ્મણ સંગઠનો દ્વારા આવતી કાલે એટલે કે 14મી જુલાઇના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે આવેદન પત્ર આપીને રોષ પ્રગટ કરવામાં આવશે. બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ અને અબાલ વૃધ્ધ સહુ કોઇ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને સબક શિખવવા માટે શીખા ખુલ્લી મુકીને મેદાને પડ્યા છે અને આરપારની લડાઇ લડવાના મુડમાં છે. ત્યારે બ્રહ્મ સેનાના સંયોજક ભાવેશ રાજ્યગુરૂ દ્વારા પણ તમામ બ્રાહ્મણોને આહવાન કરવામાં આવ્યુ છે અને ભૂદેવો પોતાની તાકાતનો પરચો બતાવવા માટે થનગની રહ્યા છે.

*૧૫૦ જેટલા તાલુકા જીલ્લામાં ચાલી રહી છે તડામાર તૈયારી*

*બ્રહ્મસેના દ્વારા થયેલા આ એલાનમાં બ્રહ્મસમાજની સંસ્થાઓ અને અગ્રણીઓ રાજ્યભરમાં સક્રીય બન્યા*

*જગતગુરુ શંક્રાચાર્યજી ( શારદાપીઠ ) નું ખુલ્લુ સમર્થન*

*વિશ્વ હિંદુ પરિષદ પણ આવેદનપત્ર આપવામાં સાથે જોડાશે*

*માફી માંગવા નહી જવાનો નિર્ણય કેજરીવાલનો હોય શકે માટે તા ૧૫ થી કેજરીવાલ સામે મોરચો*

*ગોપાલ ઈટાલીયા સામે દરેક તાલુકા જીલ્લા કક્ષાએ પોલીસ ફરીયાદ કરવાનું આયોજન*

*હિન્દુ સમાજ માટે કલંક રુપ બની ચુકેલા ઈટાલીયા સાથે સ્ટેજ ઊપર બેસનાર પણ એટલાં જ દોષીત*

*કેજરીવાલ નક્કી કરે કે ગોપાલ જોઈએ છે કે હિન્દુ ??*

*રાજાશાહી હોત તો આવા નિવેદન કરનારને દેશવટો મળી ગયો હોત*

*જ્ઞાતિ જ્ઞાતિ અને ધર્મ ધર્મ વચ્ચે અંતર પેદા કરનાર ઈટાલીયા સામે કડક કાયદાનો ઊપયોગ કરી કેસ દાખલ કરવા માંગણી કરાશે*

*તા ૧૪ નાં રોજ હિન્દુ સમાજને એક બની જોડાવવા બ્રહ્મસેનાની અપીલ*

*સાધુ સંત કથાકાર અંગે અભદ્ર ટીપ્પણી કરનાર ઈટાલીયાને જ્યાં સુધી આપ મા થી દુર ના કરે ત્યાં સુધી આપ નો બહિષ્કાર કરો તેવું અભીયાન પણ ૧૫ જુલાઈથી શરુ કરવામાં આવશે .. *

*તા ૧૨ નાં રોજ તમામ તાલુકા જીલ્લા સ્થળ ઊપર મિટીંગ કરી તા ૧૪ નાં આયોજનને સફળ બનાવવા હાંકલ કરાશે*

*દરેક શહેરમાં ઈટાળીયા વિરુધ્ધ નફરતની આગ લાગી ચુકી છે .. આપનાં પોગ્રામ સમયે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે*

*સ્વામીનારાયણ સંસ્થા સ્વાધ્યાય પરિવાર ગાયત્રી પરિવાર ધાર્મીક સંસ્થાઓ કથાકારશ્રીઓ પણ તા ૧૪ નાં રોજ મેદાનમાં ઊતરે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે*

*તમામ રાજકિય અગ્રણીઓ અને જ્ઞાતિ અગ્રણીઓને પણ તા ૧૪ નાં સાથે આવી સમર્થન કરવા અપીલ કરવામાં આવી છે*