Page Views: 6373

ભાજપના કાર્યકર વિશાલ પાટીલ ઉપર સગીરાએ બળાત્કારનો આરોપ મુકી ફરિયાદ નોંધાવી

ગત રોજ એક સગીરાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર એવા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતૂત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના ઉપર દુષ્કર્મ કરાયાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઈલ ઉપર સંપર્ક કરીને ધીરે ધીરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઈલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે.આ સગીરા અને તેના પરિવારે ઉધના પોલીસ પર એવો આરોપ પણ મુક્યો છે કે, તેમના કહેવા પ્રમાણે ઉધના પોલીસે ફરિયાદ લીધી નથી અને વિશાલ પાટીલને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે આજે પોલીસ કમિશનરને પણ ભોગ બનનાર સગીરા અને તેના પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર વિશાલ પાટીલ વિરૂધ્ધ ગત રોજ ધોરણ 10ની એક વિદ્યાર્થીનીએ છેડતી કરી હોવાનો આરોપ મુક્યો હતો. આ ઘટના બાદ હવે વિશાલ પાટીલ સામે સગીરા પર દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેના વિરૂધ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.