Page Views: 4304

સુરતમાં ફાયર સેફટી વગરની 14 હોટલ રેસ્ટોરન્ટ સહિત સંખ્યાબંધ દુકાનો સીલ

વારંવારની નોટીસ પછી પણ એનઓસી રજૂ ન કરતા ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં ફાયર સેફટીના મામલે ટેક્સટાઇલ માર્કેટની દુકાનો, શોપિંગ કોમ્પલેક્સો, હોસ્પિટલો અને હોટલો ઉપર ફાયર વિભાગ દ્વારા સતત વોચ રાખીને કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતા લોકોની ઉદાસીનતાને કારણે ફાયર વિભાગે સીલીંગની કામગીરી કરવાની નૌબત આવે છે. ગઇ મધરાત બાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયરની ટીમ દ્વારા 14 હોટલ રેસ્ટોરન્ટને સીલ કરીને ફાયરની એનઓસી રજૂ કરવા નોટીસ ફટકારી છે. તાજેતરમાં જ હાઇકોર્ટ દ્વારા પણ ફાયર સેફટી મામલે કડક ટીપ્પણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રાંદેર, નોર્થ, સેન્ટ્રલ, વરાછા અને અઠવા ઝોનમાં 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ એકમો મળી કુલ 18 એકમોમાં સીલ કરાયા હતાં. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ કામગીરી હાથ ધરાઈ હતી. શંકર ગુજરાતી થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત શેરે પંજાબ, ઓમકાર ચેમ્બર્સ, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત,અમર ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત, હોટલ સન્માન, સવેરા ની બાજુમાં, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત, રૂપાળી ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત, રાજ પુરોહિત થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત, કિંગ્સ હેરીટેજ હોટલ, લાલ દરવાજા ,સુરત,હોટલ ડીમ્પલ, લાલ દરવાજા ,સુરત, હોટલ આકાશ, ડૉ પરમ હાઉસ પાસે ,લાલ દરવાજા,સુરત,જય ચામુંડા હોટલ, ઈચ્છાપોર, સુરત,ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઈચ્છાપોર,સુરત, ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા ,ઉધના,સુરત, જન્નત સ્ક્વેર કોમ્પ્લેક્ષ,રંગોળી ચોકડી વેલંજા, સુરત, જેમાં આવેલ 20 દુકાનો સીલ કરવામાં આવેલ છે. ઓરેકલ હોસ્પિટલ ,જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત તેમજ ગણેશ રેસ્ટોરેન્ટ, જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ સુરત, જેમાં આવેલ 60 દુકાનો સીલ કરવામાં આવેલ છે.