Page Views: 878

સલાબતપુરામાં માત્ર માસુમ બાળકી સાથે હેવાનિયત આચરનાર જાવેદ શેખને 20 વર્ષની સખત કેદ

સલાબતપુરા ટેનામેન્ટની એક દુકાનમાં માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરી વારંવાર બદકામ કરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરનારને આજે સુરત કોર્ટે અલગ અલગ ગુનામાં 20 વર્ષની સજા ફટકારી અને 7 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે.

સલાબતપુરામાં માત્ર માસુમ બાળકી સાથે હેવાનિયત આચરનાર જાવેદ શેખને 20 વર્ષની સખત કેદ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
સલાબતપુરા ટેનામેન્ટની એક દુકાનમાં માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરી વારંવાર બદકામ કરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરનારને આજે સુરત કોર્ટે અલગ અલગ ગુનામાં 20 વર્ષની સજા ફટકારી અને 7 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે. વર્ષ 2019માં આરોપી જાવેદ શેખએ ચોકલેટ બિસ્કિટ લેવા આવતી માસુમને દુકાનમાં બળજબરી પૂર્વક પોતાનો શિકાર બનાવી હતી. ભાગ બનનાર બાળકી બિસ્કીટ કે ચોકલેટ લેવા માટે દુકાનમાં આવે ત્યારે તક જોઇને આરોપી જાવેદ શેખ તેને દુકાનમાં ખેંચી જઇને તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કરતો હતો. તેમજ તેના ગુપ્તાંગ સાથે પણ બિભત્સ ચેનચાળા કરતો હતો. બાળકી સાથે હવસનો ખેલ ખેલ્યા બાદ આરોપીએ બાળકીને ધમકી આપતો હતો કે, જો તું કોઈને કહીશ તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ.જ્યારે આ માસુમ બાળકીએ પોતાની આપવિતી પોતાના માતા પિતાને કહી ત્યાર બાદ જાવેદ શેખ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે તેને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. પોલીસે બાળકીને પીંખી નાખનાર વિરુદ્ધ બળાત્કાર સહિત પોક્સો સહિતની કલમ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પૂરાવાઓ અને વકીલોની દલિલો કોર્ટમાં ચાલી હતી. જેમાં કોર્ટે દુષ્કર્મી આરોપીને કડક સજા સંભળાવી હતી. સરકારી વકીલ કિશોર રેવલિયાની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓ ઉપરાંત  કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા આરોપીને 20 વર્ષની જેલની સજાની સાથે સાથે 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ચુકાદાને બાળકીના પરિવારે પણ આવકાર્યો હતો. ભોગ બનનાર બાળકીને રૂપિયા સાત લાખ વળતર પેટે ચુકવવા પણ હુકમ કર્યો હતો.