Page Views: 2794

કોરોનાના પાપે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્

કોરોના વાયરસ સંક્રમણના કારણે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહીં યોજાય. આ વર્ષે પણ છડી યાત્રાની સાથે માત્ર પારંપરિક રીતે પુજા જ કરવામાં આવશે. સાથોસાથ ભકત ઘરે બેઠા આરતીને લાઇવ જોઈ શકશે.

કોરોનાના પાપે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્

શ્રાઇન બોર્ડ દ્વારા આ વર્ષે રજિસ્ટ્રેશન જ અટકાવી દેવામાં આવ્યું હતું

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

કોરોના વાયરસ સંક્રમણના કારણે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ અમરનાથ યાત્રા નહીં યોજાય. આ વર્ષે પણ છડી યાત્રાની સાથે માત્ર પારંપરિક રીતે પુજા જ કરવામાં આવશે. સાથોસાથ ભકત ઘરે બેઠા આરતીને લાઇવ જોઈ શકશે. આ નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ એ લીધો છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના સૂત્રો મુજબ આ વર્ષે હેલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવાનો પ્રસ્તાવ પણ સ્વીકારવામાં નથી આવ્યો. આ વર્ષે પણ માત્ર છડી યાત્રા યોજાશે અને જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂજા થશે. નોંધનીય છે કે, આ પહેલા એપ્રિલ મહિનામાં જ અમરનાથ ગુફા મંદિરના દર્શન માટે થનારી વાર્ષિક યાત્રા માટે રજિસ્ટ્રેશનને કોવિડ-૧૯ની સ્થિતિના કારણે અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.બાલટાલ અને ચંદનવાડી માર્ગોથી યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ઓફલાઇન અને ઓનલાઇન રજિસ્ટ્રેશન ક્રમશઃ ૧ એપ્રિલ અને ૧૫ એપ્રિલથી શરુ થવાનું હતું. ૫૬ દિવસની આ યાત્રા પહલગામ અને બાલટાલ માર્ગોથી ૨૮ જૂનથી શરૂ થવાની હતી અને તેનું સમાપન ૨૨ ઓગસ્ટે થવાનું હતું. અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB)એ એપ્રિલ મહિનામાં જાણકારી આપી હતી કે દેશમાં કોવિડના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને લઈ તથા તમામ તકેદારીના પગલાં લેવાની આવશ્યકતાને જોતાં શ્રી અમરનાથજી યાત્રા માટે રજિસ્ટ્રેશનને અસ્થાયી રીતે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.