Page Views: 1822

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાણા સમાજના વિવિધ સંગઠનો દ્વારા વૃક્ષા રોપણ

પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ  

5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સુરત મહાનગરપાલિકાના ગાર્ડન સમિતિના ચેરમેન શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા ના સહયોગથી 540 જેટલા વૃક્ષો તથા છોડો દ્વારા શ્રી સુરત રાણા સમાજ શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ, શ્રી યુવા રાણા સમાજ,સુરત આયોજિત સાંસ્કૃતિક સમિતિના અંતર્ગત જીવન ભારતી સ્કૂલ, ગાંધી સ્મૃતિ ભવન પાસે, નાનપુરા, સુરત મુકામે વૃક્ષારોપણ તથા ડોર ટુ ડોર પ્લાન્ટ ડોનેશન કાર્યક્રમમાં આજરોજ સુરત પૂર્વના માનનીય ધારાસભ્ય અરવિંદભાઈ રાણા,ગાર્ડન સમિતિના ચેરમેન અને કોર્પોરેટર શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા,કોર્પોરેટર શ્રીમતી લતાબેન રાણા,કોર્પોરેટર નરેશભાઈ રાણા,કોર્પોરેટર જયેશભાઈ જરીવાલા, સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલા, સુરત રાણા સમાજ મહિલા ફોરમના પ્રમુખ શ્રીમતી ચંપાકલી બેન જરીવાલા,શ્રી યુવા રાણા સમાજ સુરતના પ્રમુખ અનયભાઈ જરીવાલા,મહામંત્રી એડવોકેટ વિજય ભાઈ જરીવાલા, ઉપપ્રમુખ નિરવભાઈ જરીવાલા, ઉપપ્રમુખ સંદીપભાઈ ચલકવાલા,સાંસ્કૃતિક સમિતિના કન્વીનર જયરાજભાઇ રાણા,ગણેશભાઈ રાણા, બાલકૃષ્ણ ભાઈ દલાલ,હિતેશ રાણા,એડવોકેટ પીન્કેશ રાણા,બંટી ભાઈ જરીવાલા,હિતેન સોપારીવાલા, સની નળવાલા, જેકી રાણા,ધ્રુવ દાળવાળા,વિજય ભાઈ રાણા,મહિલા ફોરમના ઉર્મિલાબેન ઘંટીવાળા,હેમાક્ષી બેન રાણા તેમજ ડોક્ટર નંદની રાણા તથા અન્ય સભ્યો હાજર રહી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ તેમજ ડોર ટુ ડોર છોડ કુંડા સાથે ડોનેટ કરી સમાજને વૃક્ષો તથા છોડો રોપવા પ્રેરિત કરેલ.આ કાર્યક્રમમાં જીવનભારતી સ્કૂલના પ્રિન્સિપાલ તથા તેમના સ્ટાફ નો પણ ખૂબ સહયોગ રહ્યો હતો.