Page Views: 10009

વિશેષતઃ જણાવવાનું કે, મારે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ નો આભાર માનવો છેઃ પરેશ લાઠીયા

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ કોવીડ કેર આઇસોલેસન સેવા સેન્ટર દ્વારા માનવતા ને માન કોરોના યોદ્ધાઓનુ સન્માન મારા શબ્દોમાં આભાર...

વર્તમાનન્યૂઝ.કોમ- પરેશ લાઠીયા

જીવન નાં ઘણી યાદગાર ક્ષણો અહીં હરખભેર માણી છે.

 

આઇસોલેસન સેન્ટર એક મીની હોસ્પિટલ નહિ પણ જાણે એક ધબકતું પાવર હાઉસ હતું. આ સેન્ટર માંથી દરેક ને અવીરત અનોખી ઊર્જા મળતી હતી. એટલે તો બધાને અહી મોજ આવતી હતી. ભલે તે પેશન્ટ હોય કે તેનો સંબધી હોય કે પછી સ્વયંસેવક હોય કે વાડી નો સ્ટાફ હોય વાડી માં બધા એક અદ્ભુત ઉલ્લાસ થી છલોછલ રહેતા હતા.

એના માટે......

બોર્ડર ઉપર લડવા જઈ શકીએ તેમ નથી પણ પાટીદાર સમાજે અહી કામ કરવાની તક આપીને એક સૈનિક નું સામર્થ્ય જાણે બધા સ્વયંસેવકો માં ભરી દીધું હતું.... *એના માટે....*

માનવ સેવા એજ પ્રભુ સેવા એ ઉકિત ને સાર્થક કરવા સ્વયંસેવકો ને માનવતાના વાહક બનાવી જનસેવા ની અમૂલ્ય તક આપી *તેના માટે.....*

સેન્ટર ચાલુ થયું ત્યારથી જ મિત્રતા ભાઈબંધી ની જાણે એક નવી જ દિલેર દુનિયામાં પગલાં નાં મંડાણ થઈ ચૂક્યા હતા. સાથે કામ કરતા મિત્રો સાથે પારિવારિક બોન્ડિંગ નું અનોખું સંયોજન *કરાવવા માટે....*

સામાન્ય રીંગણાં બટાકા ના શાક માં પણ અદભુત મીઠાશ આવી શકે છે ! એક ચિતારો જેમ ચિત્રમાં નવા નવા રંગો પૂરી ચિત્રને મનોરમ્ય બનાવે છે તેમ રસોયા ભાઈ રોજે રોજ ની રસોઈ ને નવો સ્વાદ આપી ભોજન ને સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવતા હતા. રસોઈ પણ એક કળા છે. 

આ વિધાન ની પૂર્તતા *કરાવવા માટે....*

વાડીના સ્ટાફ ને કોઈ પણ ઘડીએ ગમે તે કામ કહો. હમણાં કરાવું છું; જેવો જવાબ કોઈ અણગમા વિના સ્મિત સાથે મળતો. સ્ટાફ નું નોકરીદાતા પ્રત્યેના સમર્પણ અને નિષ્ઠાનું વિહંગાવલોકન **કરાવવા માટે....*

સન્માન સમારોહ માં બધા લોકો ની વચ્ચે મારું શાલ અને સ્મૃતિ ચિન્હ થી સન્માન કરીને એક નાચિઝ ને નજારો *બનાવી દેવા માટે.....* કે પછી....

સમાજ ના ઉદાર અને માનવતાવાદી ટ્રસ્ટી, વૈષ્ણવજન બનીને સેવા આપતા ડોકટર, માનવતા નાં ભક્ત સ્વયંસેવકો, સેન્ટરની મુલાકાતે આવતા દયાવાન મહેમાનો અને વાડી નો વિવેકી સ્ટાફગણ... 

આ બધા સાથે મને પરિચય કેળવવાની અને વિસ્તરવાની *મોકળાશ આપી તેના માટે......*

કારણો તો ઘણા છે. 

કેટકેટલા ગણાવું !

*સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ*

આપના સાથ, સહકાર, પ્રેમ અને આશીર્વાદ માટે નમન

Saved