Page Views: 5311

સુરતમાં ડેપ્યુટી મેયરના વોર્ડમાં જ ચાર મહિનાથી ગટર ઉભરાય છે

પાલિકાના અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાનો સ્થાનિકોનો આરોપ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટણી જીત્યા બાદ ભાજપના કોર્પોરેટરો દ્વારા પોતાના વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠવાનું શરૂ થયું છે. બે દિવસ પહેલા જ કોટ વિસ્તારમાં લોકોએ બેનરો લગાવીને કોર્પોરેટરોને મતની ભીખ માંગવા નહીં આવવાનો સંદેશો આપ્યો હતો. હવે ડેપ્યુટી મેયર દિનેશ જોઘાણી જ્યાંથી ચૂંટણી જીત્યા છે તે  સુરત વોર્ડ નંબર-14માં ડ્રેનેજના પાણી રસ્તા પર ઉભરાઇ રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે અને સ્થાનિક લોકે જણાવ્યું છે કે, માતાવાડી ઇસ્કોન મંદિર પાસે અંદાજે ચાર મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયા બાદ પણ ગટર ઉભરાવાનું બંધ થયું નથી. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના કોઈપણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી. આ વિસ્તારમાં નાના બાળકો સતત રમતા હોય છે. દુર્ગંધ આવે તો પાણી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. જો આ સમસ્યાનો અંત નહીં આવે તો સ્થાનિક લોકો હવે વિરોધ માટે રસ્તા પર ઉતરી આવશે.