Page Views: 8784

સુરત શહેરમાં લાંબા સમય બાદ કોરોનાના કેસ એક હજારથી ઓછા નોંધાયા

શહેર જિલ્લામાં કુલ 1209 કેસ -12 વ્યક્તિના મોત

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે. ઘણા લાંબા સમય પછી સુરત શહેરમાં કોરોનાના કેસનો આંકડો એક હજારથી ઓછો નોંધાયો છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે સુરત શહેરમાં કોરોનાના નવા 903 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત જિલ્લામાં નવા 306 કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક લાખ 26 હજાર 496 થઇ ગઇ છે. આજે કોરોનાને કારણે 12 વ્યક્તિના મોત થતા સુરત શહેર જિલ્લામાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1859 ઉપર પહોંચી છે. આજે સુરત શહેરમાંથી 1670 દર્દીને રજા આપવામાં આવી છે અને જિલ્લામાં 365 દર્દીને રજા આપવામાં આવી છે. હાલમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 15 હજાર 562 છે. સુરત શહેરમાં હવે કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે અને સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી હોય એવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.