Page Views: 8120

બેનમૂન સંગીતકાર વનરાજ ભાટિયાના સૂર શાંત થયાં

અનેક ટેલિવિઝન શ્રેણીઓમાં અને ફિલ્મોમાં વનરાજ ભાટિયાએ યાદગાર સંગીત આપ્યુ છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

ભારતના મહાન સંગીતકાર વનરાજ ભાટિયા નથી રહ્યા. ૯૩ વર્ષની વયે મુંબઈમાં તેમના નિવાસમાં જ તેમનું મોટી ઉમરને કારણે નિધન થયું છે. તેઓ કમાલના સંગીતકાર હતા. નાટક, ટેલિવિઝન શ્રેણીઓ કે ફિલ્મોના સંગીતકાર રૂપે વનરાજનું બહુ મોટું પ્રદાન છે. તેમને ટીવી શ્રેણી તમસ’ (૧૯૮૮) માટે શ્રેષ્ઠ સંગીતકારનો નેશનલ એવોર્ડ મળ્યો હતો, તો સંગીત નાટક અકાદમી, દિલ્હીએ તેમને સર્જનાત્મક અને પ્રયોગાત્મક સંગીતકાર રૂપે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સરકારે વનરાજ ભાટિયાનેપદ્મશ્રીથીનવાજ્યા હતા. ભારતમાંનાવેસ્ટર્નક્લાસિકલ સંગીતકાર રૂપે પણ તેમની નામના હતી.

કચ્છીવેપારીના પરિવારમાં વનરાજનો જન્મ થયો હતો. મુંબઈની ન્યુ એરાસ્કુલમાં તેઓ ભણ્યા હતા. દેવધરસ્કુલ ઓફ મ્યુઝીકમાં તેઓ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝીક શીખ્યા હતા. કિશોર વયના વનરાજને રશિયન પિયાનો વાદક ચોકોવસ્કીની કન્સર્ટ સાંભળીને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝીકમાં રસ પડ્યો હતો, પછી તેઓ ચાર વર્ષ સુધી ડૉ. માણેક ભગત પાસે પિયાનો શીખ્યા હતા.   મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજીના વિષયમાં એમ.એ. ઓનર્સ થયાં બાદ વનરાજ ભાટિયાએ લંડનની રોયલ અકાદમી ઓફ મ્યુઝીકમાં થી હાવર્ડ ફર્ગ્યુસન, એલનબુશ અને વિલિયમ એલ્વિન પાસે મ્યુઝીક કમ્પ્ઝીશનની ઘનિષ્ઠ તાલીમ લીધી હતી. ત્યાં તેમને સર માઈકલ કોસ્ટા સ્કોલર શિપ મળી હતી. ૧૯૫૪માં ગોલ્ડમેડલ સાથે ગ્રેજ્યુએશન મેળવ્યા બાદ વનરાજ ભાટિયાને ફ્રેંચ સરકારની સ્કોલરશિપ મળી હતી. જેથી તેઓ ફ્રાન્સમાં પાંચ વર્ષ સંગીત શીખ્યા હતા.  ૧૯૫૯માં ભારત પરત થઈને વનરાજ ભાટિયા ભારતમાં એડવર્ટાઈઝ ફિલ્મના પહેલાં સંગીતકાર બન્યા હતા. એ જાહેરાત શક્તિ સિલ્ક સાડીની હતી. બસ, ત્યારથી તેઓ સાત હજાર જેટલાં એડ જિંગલ્સ બનાવતા રહ્યા. જેમાં લિરિલ સાબુ, સુરતની ગાર્ડન વરેલી અને ડ્યુલક્સની જાહેરાતો સામેલ છે. એ સમયે ૧૯૬૦થી ૧૯૬૫ દરમિયાન વનરાજ દિલ્હી યુનિવર્સિટીમાં વેસ્ટર્ન મ્યુઝીકોલોજીના રીડર હતા.      

શ્યામ બેનેગલ નિર્દેશિતઅંકુર’ (૧૯૭૪)નું સંગીત એ વનરાજ ભાટિયાનું પહેલું ફિલ્મ સંગીત. ત્યારથી બેનેગલની લગભગ તમામ ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. મંથનનું ગુજરાતી ગીત મારો ગામ કાથાપારેએમણે જ બનાવ્યું હતું. ત્યારનીન્યુવેવ સિનેમાને માટે વનરાજે અદભુત સંગીત આપ્યું હતું. ગોવિંદ નિહાલાનીની એવોર્ડ વિજેતા તમસ’, કુંદન શાહનીજાને ભી દો યારોં’, અપર્ણા સેનની૩૬ ચૌરંઘીલેન’, સઈદઅખ્તરમિર્ઝાનીમોહન જોશી હાઝિર હો’, કુમાર સાહાનીનીતરંગ’, વિધુ વિનોદ ચોપ્રાનીખામોશ’, વિજયામહેતાનીપેસ્તોનજીકે પ્રકાશ ઝાનીહિપહિપહુર્રેમાં વનરાજ ભાટિયાનું સંગીત હતું. નેવુંના દાયકામાં મુખ્યધારાની મોટી ફિલ્મો અજૂબા’, ‘દામિની’, ‘બેટા’, ‘પરદેસકે ચાઈના ગેટનું બેકગ્રાઉન્ડમ્યુઝીકવનરાજે આપ્યું હતું. વિજેતાફિલ્મના સૈનિક નાયકના વિમાન ઉડાડવાના દસેક મિનીટ લાંબા સંવાદ વિનાનાદ્રશ્યમાંવનરાજેકમાલનું પાર્શ્વસંગીત આપ્યું હતું.

ટેલિવિઝનના યાદગાર શોના સંગીતકાર રૂપે પણ વનરાજ ભાટિયાને હંમેશા યાદ કરાશે. જેમાં ખાનદાન’, ‘કથા સાગરની કેટલીક કથા, ‘વાગલે કી દુનિયા’, ‘બનેગી આપની બાતકે ભારત એક ખોજના ૫૩ હપ્તાની શ્રેણી કે ભારતીય રેલવેનીયાત્રાયાદગાર હતી. તે ઉપરાંત સંખ્યાબંધ દસ્તાવેજી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું. ૧૯૫૪ની યાદગાર ગીતગોવિંદસંગીત શ્રેણીમાં તેમનું સંગીત હતું. તો મ્યુઝીકટુડે કંપની માટે તેમણે આધ્યાત્મિક સંગીતના અનેક આલ્બમ તૈયાર કર્યા હતાં. મોટા ઉદ્યોગ મેળાનાથીમ સંગીત તેઓ બનાવતા, જેમાં એકસ્પોસેવન્ટી, દિલ્હીના એશિયા ૧૯૭૨ કે ઓસાકાનો સમાવેશ થાય છે.    

આટલું વિપુલ પ્રમાણનું કાર્ય કરવા ઉપરાંત વનરાજ ભારતમાંનાવેસ્ટર્નક્લાસિકલ સંગીતકાર રૂપે ખુબ જાણીતા હતા. તેમના ફેન્ટાસિયા, ફૂગુ ઇન સી માનું પિયાનોવાદન, સીન્ફોનીયાકોન્સર્ટટેન્ટ ફોર સ્ટ્રીંગ્સ કે સિક્સસિઝન્સનીસોંગ્સસાયકલ જાણીતા છે. મુંબઈમાં જાન્યુઆરી, ૨૦૧૯માં યો-યો મા દ્વારા વનરાજના પશ્ચિમી શાસ્ત્રીય સંગીતને વગાડીને તેમને આદરઅંજલિઅપાઈ હતી.

ભારતના મહાન નાટ્યકારોઅલ્કાઝીનાતીનટક્કે કા સ્વાંગ’, ‘કોકેશિયસ ચોક સર્કલ, તુગલખ કે અંધાયુગકે એલકપદમસીનાઓથેલોજેવાં નાટકોમાં વનરાજ સંગીત આપતા. ગિરીશકર્નાડનાઅગ્નિવર્ષાનાટક પર આધારિત એજ નામની ઓપેરાનું સંગીત વનરાજનું હતું, જેનો પ્રીમિયર ૨૦૧૨માં ન્યુયોર્કસીટીમાં થયો હતો. 

સપ્ટેમ્બર, ૨૦૧૯માં આમિર ખાને ટ્વિટ કર્યું હતું કે તેઓ વનરાજ ભાટિયા પરના યાદગાર પુસ્તકનો પ્રોજેક્ટ કરનાર છે, જેના લેખક ખાલિદ મોહમ્મદ હશે.  આવા મહાન સંગીતકાર વનરાજ ભાટિયાએ ૭ મે, ૨૦૨૧ના રોજ મુંબઈમાં તેમના ઘરમાં જ ૯૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાં છે, તેમને આદરપૂર્વક પ્રણામ કરીએ.