Page Views: 10619

રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા પોલીસ કરફ્યુ અને કોરોના ગાઇડ લાઇનનું સખત પાલન કરાવશે

જાહેર સમારોહ કે લગ્ન જેવા પ્રસંગોમાં જવાબદારો સામે પગલા ભરવામાં આવશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે હવે રાત્રિ કર્ફ્યુ અને કોરોના ગાઇડલાઇન હેઠળના પ્રતિબંધોનું સખ્ત પાલન કરાવવા માટે હવે ગુજરાત પોલિસ દંડો વીંઝશે. માસ્ક ન પહેરનારાં લોકો સામે, ટોળાં ભેગાં થાય તેવાં ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો, અનુમતિથી વધુ લોકો ધરાવતાં લગ્ન કે અંતિમવિધીના પ્રસંગો દરમિયાન આયોજકો ઉપરાંત જે-તે વિસ્તારના અને ગામના સરપંચ, પંચાયતના સભ્યો સહિતના જવાબદાર લોકો સામે પોલિસ આકરી કાર્યવાહી કરશે.સૂત્રો અનુસાર ગુજરાતમાં કેસ પોઝિટીવી રેશિયો 9 ટકા આસપાસ છે, જેથી લોકડાઉન કરવાની જરૂર નથી. જ્યાં કેસોમાં વધારો થશે ત્યાં રાત્રિ કર્ફ્યુ લદાઇ શકે છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં 56,616 પોલીસ જવાનો, 89 SRPF કંપની, 13 હજાર 361 હોમગાર્ડ જવાનો, 29 હજાર 444 GRD જવાનો અને 7 હજાર 620 ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત 1 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરાયાં છે. ગુજરાતમાં પ્રવેશતા લોકોના RTPCR ટેસ્ટ ચેક કરવા માટે 50 ઈન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરાઇ છે. પોલીસ રાત્રી કરફ્યુ અને ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરાવશે.