Page Views: 7958

અલથાણમાં લોકોને કોરોનાની વેક્સિનને બદલે પોલીસના દંડા ખાવાનો વારો આવ્યો

પાલિકાના કર્મચારીઓ પાછલા બારણે રસી આપતા હોવાથી લાઇનમાં ઉભેલા લોકો અકળાયા અને પોલીસે આવીને બધાને દંડાવાળી કરી કાઢી મુક્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકાનું તંત્ર વેક્સીન માટે સબ સલામતની વાત કરે છે પરંતુ કામગીરીમાં પોલંપોલ ચાલી રહી છે. વેક્સીન માટે લોકોની ભીડ થઈ રહી છે પરંતુ વેક્સીનનો સ્ટોક હોવા છતાં પાલિકા તંત્ર મર્યાદિત સંખ્યામાં વેક્સીન આપતી હોવાથી પાલિકાના કેટલાક કર્મચારીઓ વેક્સીનેસનની કામગીરીમાં સેટીગ કરી રહ્યાં છે. આજે સવારે અલથાણ પ્રાથમિક શાળામાં વેક્સીનેશનની કામગીરીમાં પાલિકાના કર્મચારીઓની મીલી ભગતના કારણે બબાલ થયાં બાદ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ આવીને બધા લોકોને વેક્સીનેસન કેન્દ્રથી ખસી જવા માટે સુચના આપી હતી જેમાં બબાલ કરનારો વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. પોલીસે લોકોને ભગાડવા માટે દંડાવાળી કરી હતી. વેક્સીન લેવા માટે જે લોકો આવ્યા હતા તેને પોલીસે દંડા મારી ભગાડતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ 200 લોકો લાઈનમાં ઉભા હોય અને પાછલા બારણે કેટલાક લોકો પાલિકા કર્મચારી સાથે સેટીંગ કરીને વેક્સીનેસન માટેની કામગીરી કરતા હોય તેનો ભોગ નિર્દોષ લોકોએ બનવું પડયું છે.